હરજીભાઈ નારોલાની ચેરમેન તરીકે અને માધવ સુતરીયાની વા.ચેરમેન તરીકે બિન હરિફ નિમણુંક

દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી ની 22  મી વાર્ષિક સાધારણ સભા મંડળી ના ચેરમેન શ્રી હરજીભાઈ નારોલા ના અધ્યક્ષસ્થાને મળી હતી આ સભા માં વર્ષ 2018/19 ના વાર્ષિક હિસાબો રજૂ કરતા શ્રી નારોલા એ જણાવ્યું હતું કે ગત વર્ષ દરિમયાન મંડળી  એ 32-81 લાખ નો ચોખ્ખો નફો કરેલ છે મંડળી 256 લાખ ની થાપણો ધરાવે છે મંડળી એ 902 સભાસદો ને 494 લાખ નું ધિરાણ કરેલ છે અને 248 લાખ ની બેંક ડિપોઝીટ છે શેર ભંડોળ 55-19 લાખ રિઝર્વ ફંડ 119-97 લાખ અન્ય ફંડ 220-77 લાખ છે મંડળી નું એન પી એ શૂન્ય 0 છે મંડળી ઓડીટ વર્ગ ( અ) આવેલ છે મંડળી સમયાંતરે સભાસદ ભેટ આપે છે ઉપરાંત ગત વર્ષ દરમ્યાન  મંડળી તરફ થી દામનગર શહેર માં તમામ રહેણાંક દુકાનો ઉપીયોગી ઉદ્યોગ શાળા ઓ બેંકો સંસ્થા ઓ ધાર્મિક સ્થળો તથા સરકારી કચેરી ઓ વી  માં વિના મૂલ્યે 14 લીટર ની ક્ષમતા ધરાવતા 5000 જેટલા ડસ્ટબીન નું વિતરણ કરેલ છે

આ સભા માં પેટા નિયમો સુધારા મંજુરી થઈ આવેલ તે તથા નફા ની ફાળવણી ને સર્વાંનુમતે મંજૂર રાખવા માં આવ્યા હતા બોર્ડ ઓફ ડિરેક્ટરો ની મુદત પૂર્ણ થતાં 5. વર્ષ માટે બની હરીફ ચૂંટણી થયેલ છે જેમાં હરજીભાઈ નારોલા માધવજીભાઈ સુતરિયા રાજેશભાઇ કનાડીયા લાલજીભાઈ નારોલા બીપીનભાઈ મસરાણી દેવચંદભાઈ આસોદરિયા દિલીપભાઈ ભાતિયા મોઇઝભાઈ ભારમલ મધુબેન  મોણપરા પ્રજ્ઞાબેન અજમેરા કુસુમબેન સવાણી ચૂંટાઈ આવેલ છે મંડળી ના સ્થાપક હરજીભાઈ નારોલા સતત 23 મી વખત ચેરમેન તરીકે તથા વાઇસ ચેરમેન તરીકે માધવજીભાઈ સુતરિયા અને એમ ડી તરીકે રાજેશભાઇ કનાડીયા ની વરણી થવા પામેલ છે

દામનગર શહેર માં બહુજ મહત્વ ધરાવતી નાગરિક શરાફી મંડળી તથા સેવા સહકારી મંડળીને પ્રગતિના પંથે લઈ જનાર બંને  મંડળીના પ્રમુખ હરજીભાઈ નારોલા અમરેલી જિલ્લા સહકારી સંધ અમરેલી ના ઉપ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા બને મંડળી ના ડિરેક્ટરો તથા સ્ટાફ તથા ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ  અલખઘણી ગૌસેવા ગોવિદભક્ત  ટ્રસ્ટ દહીંથરા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક સ્ટાફ દામનગર શાખા દામનગર પત્રકાર સંધ દ્વારા  નારોલા નું વિશિષ્ટ બહુમાન પુસ્તકો શાલ શિલ્ડ સન્માન પત્રો થી કરવામાં આવ્યું કાર્યક્રમ ની શરૂઆત માં સુરત  તક્ષશીલા બિલ્ડીંગ ની દુર્ઘટના માં મૃત્યુ પામેલ વિદ્યાર્થીની ઓ વિદ્યાર્થી ના આત્મની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રધાંજલિ અર્પિ હતી વાર્ષિક સાધારણ સભા માં વિશાળ સંખ્યા માં સભાસદો ઉપરાંત અગ્રણી ઓ પત્રકારો વી ઉપસ્થિત રહેલ કાર્યક્રમ નું સફળ સંચાલન પત્રકાર નટુભાઈ ભાતિયા એ કરેલ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.