- જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ
- વર્ષ 2025-26નું કુલ 790 કરોડનું બજેટ મંજૂર કરાયું
- કચેરીમાં ફાયર સેફ્ટીના એકસપાયર સાધનો મામલે વિપક્ષે સવાલ ઉઠાવ્યા
મોરબી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ નું કુલ 790 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. અને વિવિધ વિકાસ કાર્યો માટે જોગવાઇઓ કરવામાં આવી હતી. ત્યારે આ સામાન્ય સભા દરમિયાન ગૌચરની જમીન અને કચેરીમાં ફાયર સેફ્ટીના એકસપાયર સાધનો મામલે વિપક્ષએ સવાલ ઉઠાવ્યા હતા. ફાયર સેફ્ટીના એકસપાયર સાધનો મામલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં આ સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ નું કુલ ૭૯૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. અને વિવિધ વિકાસ કાર્યો માટે જોગવાઇઓ કરવામાં આવી હતી ત્યારે આ સામાન્ય સભા દરમિયાન ગૌચરની જમીન અને કચેરીમાં ફાયર સેફ્ટીના એકસપાયર સાધનો મામલે વિપક્ષએ સવાલ ઉઠાવ્યા હતા અને જેના જવાબ આપવામાં શાસક પક્ષ પણ ઘેરાયો હતો.
મોરબી જિલ્લા પંચાયતમાં વિપક્ષ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે જે રીતે ગૌચર જમીન સુધારણા માટે જોગવાઈઓ કરવામાં આવે છે પરંતુ ગૌચરની જમીન ક્યાં આવેલી છે કઈ પ્રકારનું સુધારણા કાર્ય થઈ રહ્યું છે તેની માહિતી માગવામાં આવતા જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ડીડીઓ સહિતના પાસે આ જમીન મામલે કોઈ ચોક્કસ રેકોર્ડ ઉપલબ્ધ ન હોય અને ગૌચરની જમીન કયા અને કેટલી આવેલી છે તે મામલે હાલ ચોક્કસ કોઈ માહિતી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ત્યારે વિપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યારે જિલ્લા પંચાયતને ગૌચરની જમીન કયા આવેલી છે કેટલી આવેલી છે તે ખબર નથી તો કઈ રીતે આ જમીન સુધારણા માટેની આ જોગવાઈ કરવામાં આવી છે? જ્યારે જમીનની જ ખબર નથી કેટલી જમીન છે કઈ જગ્યાએ છે તો કઈ જગ્યાએ આ કાર્ય કઈ રીતે કરવામાં આવશે?તેવા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા સાથે સાથે કચેરીમાં લગાવેલા ફાયરના ડિસેમ્બર 2024 માં એક્સપાયર થઈ ચૂક્યા છે ત્યારે આ સાધનો માટે વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો જેના જવાબમાં ડીડીઓ એ જણાવ્યું હતું કે સાધનો માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાલ ચાલુમાં છે.
પરંતુ ડિસેમ્બર 2024 થી લઈને અત્યાર સુધી આજે એક્સપાયર્ડ સાધનો લાગેલા છે ત્યારે આ સમયગાળા દરમિયાન જો કોઈ અણબનાવ બને અને એકસપાયર ફાયર સેફ્ટીના સાધનો છે તે બિન ઉપયોગી નીવડે તો તેનો જવાબદાર કોણ તે મામલે ડીડીઓએ જણાવ્યું હતું કે જે એક્સપાયર સાધનો થઈ ચૂક્યા છે હજુ સુધી કરાયા નથી તેમાં તપાસ કરી બેદરકાર હશે તેના વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે.
અહેવાલ : ઋષિ મહેતા