સૂર્યાસ્ત પણ વહેલો થવા લાગ્યો: જો કે હજી એક દોઢ મહિનો મિશ્ર સીઝનનો અનુભવ થશે, નવેમ્બર આરંભથી ઠંડીનું જોર વધશે
ચોમાસુ વિદાય લેવા ભણી આગળ ધપી રહ્યો છે. મેઘરાજાએ મહેર ઉતારી છે. જળાશયોમાં પાણી હિલોળા લઇ રહ્યા છે. લોકોના હૈયા પણ હરખાય રહ્યા છે. છેલ્લા દશેક દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિરામ લીધો છે. દરમિયાન છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. દરમિયાન વહેલી સવારે સામાન્ય ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. જો કે બપોરે પારો 33 ડીગ્રીએ પહોંચી જતો હોવાના કારણે ગરમીનો અહેસાસ થાય છે. સાંજે સૂર્યાસ્ત પણ વહેલો થઇ જાય છે. જો કે હજી દોઢ મહિના સુધી મિશ્ર સીઝનનો અનુભવ થશે ત્યારે બાદ શિયાળાની રંગ જામશે.
રાજયમાં હવે ચોમાસુ વિદાય લેવાનો છે. વરસાદનું જોર સતત ઘટી રહ્યું છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. સવારના સમયે સામાન્ય ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. જો ક બપોર ગરમી અનુભવાય રહી છે. મોડી રાત્રે વાતાવરણ ઠંડુ બની જાય છે. આજે સવારે રાજકોટનું લધુતમ તાપમાન 25.6 ડીગ્રી સેલ્સીયશ નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 84 ટકાએ પહોંચી જવાના કારણે સવારના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. સુર્યાસ્ત પણ વહેલો થવા માંડયો છે. સાંજે 7 વાગ્યા આસપાસ સુર્યાસ્ત થઇ જાય છે.
શિયાળાના આગમનના એંધાણ વર્તાય રહ્યા છે જો કે હજી એક થી દોઢ મહિનો મીશ્ર ઋતુનો અનુભવ થશે સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે બપોરના સમયે ગરમી અનુભવાશે નવેમ્બર માસના આરંભ અર્થાત દિવાળી બાદ શિયાળો જમાવટ કરશે અને ઠંડીનું જોર વધશે.