ગામના યુવાન અજય લોરીયાને સાથે રાખી ખેડૂતોએ પોતાના સ્વ ખર્ચે કેનાલ રિપેર કરાવી
અબતક,ઋષી મહેતા, મોરબી
હાલ શિયાળુ પાકની સિઝન ચાલુ છે ત્યારે આ પાકને પૂરતું પાણી મળી રહે તેના માટે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું જે પેટા કેનાલ 27 નંબરમાંથી વાઘપર ગાળા સહિતના ખેડૂતોને પાણી પહોંચે છે જેમાં વાઘપર-પીલુડી પાસે કેનાલના નબળા કામને કારણે ગાબડું પડ્યું હતું આથી છેવાડાના ખેડૂતોને પોતાના ખેતર સુધી પાણી પહોંચતું ન હતું ત્યારે વાઘપર ગામના ખેડૂતોએ ગામના પનોતા પુત્ર અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાને સાથે રાખી અંદાજે 70,000 ના સ્વ ખર્ચે આ કેનાલ રિપેર કરાવી હતી. અને પિયત માટે છેવાળાના ખેડૂત સુધી પાણી પહોંચે તેના માટેના પ્રયાસો હાથ ધર્યા હતા