કર્મચારીઓને પગાર કરવા રાખેલી રકમ અને મહિલાના દાગીના લૂટી ફરાર લૂંટારુ ગેંગની પોલીસ દ્વારા શોધખોળ

કુવાડવા ગામે ગત મોડી રાતે લૂંટની ઘટના સામે આવી છે.જેમાં લૂંટારુ ટોળકીએ ધાકધમકી આપી બે મકાનના માલિકોને પૂરી દઇ કુલ રૂ.10.87 લાખની રોકડ તેમજ સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવવાની કુવાડવા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મહિલા સહિત તેની ફરિયાદ પરથી તેની શોધખોળ હાથધરી છે.

વિગતો મુજબ કુવાડવાની શિવધારા સોસાયટી- 1માં રહેતા મીના ભરતભાઇ વરમોરા નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.11ની રાતે પતિના મિત્ર જીતેશ નારણભાઇ ઉધરેજિયા સાથે જમીને સૂઇ ગયા હતા. રાત્રીના બે વાગ્યાના અરસામાં કોઇએ જોરજોરથી દરવાજો ખટખટાવતા અમે બંને જાગી ગયા હતા. ઊભા થઇ દરવાજા પાસે પહોંચીએ તે પહેલાં જ મોઢે રૂમાલ બાંધેલા ત્રણ શખ્સ દરવાજો તોડી ઘરમાં ઘૂસી આવ્યા હતા.

બાદમાં બીજા ત્રણ શખ્સ ધરમાં ધસી આવ્યા હતા. બધા પાસે ધોકા, ને સળિયા, ડિસમિસ જેવા હથિયારો હતા. તે સાથે જ તેણીએ બૂમાબૂમ કરતા એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કાનની બૂટી કાઢી આપી હતી. બાદમાં તેમજ જીતેશનો મોબાઇલ લઇ જીતેશને નવેળામાં પૂરી દેકારો કરશો તો મારી નાખીશુંની ધમકી આપી હતી. છ બુકાનીધારી શખ્સ ઘ૨માં તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ કરી નાખી હતી ત્યાર બાદ મહામહેનતે જીતેશ નવેળામાંથી છત ૫૨ જઇ ઘર ખોલ્યું હતું. ઘરમાં તપાસ કરતા જુદા જુદા જગ્યાએ રાખેલા રોકડા 60 હજાર, ચાંદીના સાંકળા, સોનાનો ચેઇન મળી કુલ રૂ.1.07 લાખની મતા લૂંટી નાસી ગયા હતા. ધાકધમકી આપી લૂંટ ચલાવી લૂંટારાઓ નાસી ગયા હતા.

બાદ ઘરની બહાર આવતા બાજુમાં જ રહેતા બસ્તીરામ જુમ૨૨ામ ચૌધરી અને સોસાયટીના અન્ય લોકો બહાર ઊભેલા જોવા મળ્યા હતા. જેથી તેમને પૂછતા તેમના ઘરે પણ છ શખ્સ ધોકા, સળિયા સાથે આવી દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ પોતે બીકના માર્યા છત ઉપર જતો રહ્યો હતો. આ સમયે તમામ શખ્સોએ મકાનના દરવાજા તોડી ઘરમાં રહેલા કબાટની તિજોરીમાં રાખેલા રોકડા રૂ.9.80 લાખ કે કંપનીના કર્મચારીઓને પગાર કરવા માટે બેંકમાંથી રકમ ઉપાડી હતી તે તેમજ શેઠના તેમની પત્નીના આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતના દસ્તાવેજો લૂંટી ગયાનું જણાવ્યું હતું.હાલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.