ઝાલાવડમાં સૌકા બાદ…

રાજકોટ, વાંકાનેર, મોરબી, કાલાવડ અને  ચોટીલાના પંટરો સહિત 13ની ધરપકડ: સંચાલક ફરાર, રોકડા, ત્રણ કાર અને 14 મોબાઈલ મળી રૂ.11.92 લાખનો મુદામાલ કબ્જે

ઝાલાવડમાં તાજેતરમાં સૌકા ગામે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી એલ.સી.બી.એ જુગાર કલબ પર દરોડો પાડી 35 શખ્સોની ધરપકડ  કરી લાખોનો મુદામાલ કબ્જે કર્યો હતો. એસ.પી.એ. પી.એસ.આઈ.  સહિત એક ડઝન પોલીસ કર્મચારીઓને પાણીચુ આપ્યાની શાહી સુકાઈ નથી ત્યારે ચોટીલા તાલુકાના  ખેરડી ગામની  સીમમાં ધમધમતા જુગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડી રાજકોટ, વાંકાનેર, મોરબી, કાલાવડ અને ચોટીલાના પંટરો મળી 13 શખ્સોની ધરપકડ કરી રોકડા, ત્રણ કાર અને 14 મોબાઈલ મળી રૂ.11.92 લાખનો મુદામાલ કબ્જે  કર્યો છે. જુગાર સંચાલક નાશીજવામાં સફળ રહ્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત  મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી ડામી દેવા  જિલ્લા પોલીસ વડાએ  આપેલી સુચનાને પગલે ચોટીલા પોલીસ મથકના   પી.આઈ. જે.જે.જ જાડેજા સહિતના  સ્ટાફે  પેટ્રોલીંગ  હાથ ધર્યું હતુ.

ચોટીલા તાલુકાના ખરેડી ગામના  વતની અને ચોટીલા ખાતે રહેતા ચંદ્રરાજભાઈ ઉફર્ષ લાલભાઈ મંગળુભાઈ ખાચર ખરેડી ગામે પોતાની વાડીમાં  જુગાર કલબ  ચલાવતા હોવાની હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સોલંકી,  વલ્લભભાઈ ખટાણા અને  કોન્સ્ટેબલ કિશનભાઈ સકુમ ને મળેલી  બાતમીનાં આધારે સ્ટાફે  દરોડો પાડયો હતો.

દરોડા દરમિયાન જુગાર રમતા  રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતો હિરેન  શૈલેષ  તન્ના,  ચુનારાવાડ શેરી નં.1 ફાયર બ્રિગેડની શેરીમાં રહેતો શૈલેષ  જનક કોટક, કેનાલ રોડ નજીક કેવડાવાડીમાં રહેતો મનીષ  મોહન આડેસરા,  મોરબી રોડ સેટેલાઈટ ચોક અક્ષર હેલીટેટમાં રમેશ શામજી  રામાણી, રૈયા ટેલીફોન  એક્ષચેંજ ગોલ્ડન પાર્કમાં રહેતો નરેન્દ્ર ચંપક સોરઠીયા,  આજીડેમ ચોકડી માંડાડુંગર પાસે અમીત ઉકા પરમાર, વાંકાનેરના ઢુવાના   મહોબતસિંહ ભુપતસિંંહ  ચૌહાણ,   ઢુવાનો નિઝામ કરીમ જેડા,   ઢુવાનો હિરા કાળા ગોરીયા, વાંકાનેરનો અશોક છગન માનસુરીયા,  મોરબીના  ઠુઠડા રોડ  સંસ્કાર  રેસીડેન્સીમાં રહેતો કૌશિક  હરજીવન મેરજા, કાલાવડના  ખંઢેરા ગામના નિરૂભા  મેરૂભા જાડેજા અને  કાલાવડના  ખત્રીવાડના  જગદીશ  દિનેશ ચુડાસમાની  ધરપકડ કરી હતી.

જુગારના પટમાંથી રોકડા રૂ. 1.30 લાખ, 14 મોબાઈલ, ત્રણ કાર મળી રૂ. 11.92 લાખનો મુદામાલ  કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન  જુગાર સંચાલક ચંદ્રરાજભાઈ ઉર્ફે લાલભાઈ મંગળુભાઈ નાશી છૂટતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

રાજકોટનો હિરેન તન્ના, મોરબીનો  નિઝામ કરીમ જેડા અને  જામનગરનો  જગદીશ  દિનેશ ચુડાસમા સહિત ત્રણેય શખ્સો કાર લઈને  જુગાર રમવા આવતા હોવાનું ખૂલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.