- દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા રાજકોટ, ધ્રોલ અને જામનગરના પંટરો મળી 19 શખ્સોની ધરપકડ
- સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલ.સી.બી.એ રૂ.3.50 લાખ રોકડા, ત્રણ વાહનો અને મોબાઈલ મળી રૂ.11.56 લાખનો મુદામાલ કબ્જે
પડધરી તાલુકાના થોરીયાળી ગામના રતીલાલની વાડીમા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રાજકોટના નામચીન શખ્સ રાજેશ કિહોર અને મોસીન પઠાણ ઉર્ફે મોસીન મોટાની ઘોડીપાસાની કલબ પર રાજકોટ રૂરલ એલસીબીના સ્ટાફે દરોડો પાડી ધ્રોલ ,જામનગર અને રાજકોટનાં મળી 19 શખ્સોની ધરપકડ કરી રોકડ 3.50 લાખ ,મોબાઈલ અને 3 વાહનો મળી રૂપિયા 11.56 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વિધાનસભાની ચૂંટણીમાં કાયદો , વ્યવસ્થા જળવાય રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડએ આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઇ વી.વી .રબારી સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે પડધરી તાલુકાના થોરિયાલી ગામે રહેતા રતિલાલ ગણેશભાઈ પીપળીયા ની વાડીમાં આવેલા મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમતો હોવાની હેડ. કોન્સ્ટેબલ રવિદેવભાઈ બારડ અને કોન્સ્ટેબલ પ્રકાશભાઈ મહેતા ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, એએસઆઈ મહેશભાઈ જાની અને કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન જુગાર રમતો વાડીમાલીક રતીલાલ (રહે, થોરીયાળી) રાજેશ દેવદાનભાઈ કીહોલ (રહે, લતીપુર, તા. ધ્રોળ), નરેન્દ્ર મગનભાઈ શીંગાળા (રહે, થોરીયાળી), અશ્વિન ઉર્ફે ખન્નો પ્રેમજીભાઈ ગોહીલ (રહે, ખોડીયાર કોલોની, જામનગર), રાજુ વેરસીભાઈ ૐ પરમાર (રહે, બડેશ્વર, વાલસુરા રોડ, જામનગર), રવી ભગવાનજી પંચમતીયા (રહે, પરસાણાનગર શેરી નંબર-1, રાજકોટ), અસ્લમ મહમદભાઈ કલર (રહે, ગંજીવાડા શેરીનંબર-11, રાજકોટ), અશોક ખટાઉભાઈ મંગી (રહે, વીશ્રામવાડી શેરી નંબર-પ6 જામનગર), રાહુલ વાછાભાઈ ગમારા (રહે, રતીપર, તા. ધ્રોળ), અમીન જહુરભાઈ શીશાંગીયા (રહે, ધરમનગર આવાસ યોજનાના કવાટર, રાજકોટ), દિલાવર ઉર્ફે જીણી સલીમભાઈ મકરાણી (રહે, જીલ્લા ગાર્ડન ચોક, ઘાંચીવાડ, રાજકોટ), મોહનસીન મહમદહુસૈન પઠાણ (2હે, 52સાણાનગર,શેરી નંબર-6, રાજકોટ), તન્વીર ઉર્ફે તન્ની રફીકભાઈ શીશાંગીયા (રહે, જંગલેશ્વર, રાજકોટ), કમલેશ ઉર્ફે કમલ ઉર્ફે ટીકુ ગોવીંદભાઈ નેભાણી (રહે, જુલેલાલનગર શેરી નબં2-4, રાજકોટ), મહેશ ઉર્ફે મુન્નો જેઠાભાઈ વાઘેલા (રહે, કોમલનગર, જામનગર), સુરેશ રમેશભાઈ જાદવ (રહે, એરફોર્સ રોડ, ન્યુ ઈન્દિરા કોલોની શેરી નંબર-13, જામનગર), ગૌરાંગ અરવીંદગીરી ગોસ્વામી (રહે, ભગવતીપરા મેઈનરોડ, રાજકોટ), મનીષ ખેમચંદ ખંઢેરીયા (રહે, શ્રધ્ધા સોસાયટી, સીંધીકોલોની, રાજકોટ) અને મોહસીન ઉર્ફે મોટાણી સલીમભાઈ મોટાણી (રહે, ભીસ્તીવાડ, શેરી નંબર-1, રાજકોટ)મળી કુલ 19 ની ધરપકડ કરી છે.
પોલીસે ત્યાંથી રૂા. 3.50 લાખ રોકડા, રૂા. 2.06 લાખનાં 13 મોબાઈલ ફોન અને રૂા. 6 લાખની કિંમતની ત્રણ કાર કબ્જે કરી હતી.અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ઘોડીપાસાની કલબ રાજેશ અને રાજકોટનાં મોહસીન પઠાણ અને મોહસીન ઉર્ફે મોટાણી નામના શખ્સો ભાગીદારીમાં ચલાવતા હતાં.જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથધરી છે.