માળીયા મિયાણા પોલીસે ચીખલી ગામેથી જુગાર કલબ પર દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રૂ. ૧,૨૭,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે જુગારનો દરોડો પાડી જગદીશ નરસી દેગામાં, રે.ચીખલી, નવઘણ બટુક સુરેલા, રે. ચીખલી, દિલીપ રવજી વિડજા, રે. સુલતાનપુર, પ્રવીણ હરખજી ભાડજા, રે.સુલતાનપુર, દેવજી જગદીશ દેગામાં, રે.સુલતાનપુર અને નારણ વાલજી દસાળિયા, રે. સુલતાનપુર વાળાને ઝડપી લઈ પટ માંથી રૂપિયા ૫૮૨૦૦ રોકડા, ત્રણ મોટરસાયકલ, કિ. ૬૫૦૦૦ અને ત્રણ મોબાઈલ ફોન કિ. ૨૫૦૦ મળી રૂપિયા ૧,૨૭,૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસની આ કામગીરી પી.જી.પનારા, માહિપતસિંહ સોલંકી, જયપાલસિંહ ઝાલા અને પરાક્રમસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.