બાર કાઉન્સિલ ઓલ ગુજરાતના રોલ પર નોંધાયેલા અને નિયમિત પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓને કોવીડ મામારીના કારણે થયેલ માંદગી ખર્ચ માટે આંશિક માંદગી સહાય ચુક્વવાનો નિર્ણય કરવામાં આવલો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અગાઉની ત્રણ મીટીંગમાં 1524 જેટલા ધારાશાસ્ત્રીઓને કોરીનાની મહામારીને કારણે થયેલ માંદગી સહાયની અરજીઓ મળેલ જે અરજીઓ અનુસંધાને હોસ્પિટલમાં ધારાશાસ્ત્રીઓને થયેલ ખર્ચ પેટે તેમજ હોમ આઇસોલેશનમાં સપડાયેલા ધારાશાસ્ત્રીઓને તેમજ માંદગી ખર્ચને લક્ષમાં લઈ 3,10,000/- થી લઇને રૂ.30,000/- સુધીની માંદગી સહાય આપવાનો નિર્ણય કરવામાં આવેલો. તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જે તે સમયે 21 જેટલા ધારાશાસ્ત્રીઓને રૂ.30,000/- કરતા વધુ ખર્ચ થયેલ હોય તેવા ધારાશાસ્ત્રીઓને વધુ સહાય મળે તે માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇન્ડિજન્ટ કમિટીને ભલામણ કરવામાં આવેલ.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની માંદગી સહાય તેમજ એકઝીક્યુટીવ કમિટિની સંયુક્ત મીટીંગમાં ગુજરાતના 741 જેટલા ધારાશાસ્ત્રીઓન કોરોનાની મહામારીને કારણે ભોગ બનેલ ધારાશાસ્ત્રીઓની અરજી હાથ પર લેવામા આવેલી અને જેમાં 193 જેટલા ધારાશાસ્ત્રીઓને 3.30,000/- ની સહાય તેમજ બાકીની અરજીમાં ખર્ચના પ્રમાણમાં રૂ.10,000/- થી માંડી રૂ.30,000/-ની મર્યાદામા માંદગી સહાય મંજુર કરેલી અને આશરે રૂપિયા એક કરોડ જેટલી માંદગી સહાય ચુક્વવાનો નિર્ણય કરવામાં આવેલ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ધ્વારા અત્યાર સુધી 2265 જેટલા ધારાસારસ્તીઓને રૂપિયા 3 કરોડ ચુક્વવાનો નિર્ણય કરવામાં આવેલ,
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મીટીંગમાં એવુ પણ નકકી કરવામાં આવેલું કે હવે પછી કોરોના મહામારીનો ભોગ બનનાર ધારાસાસ્તીઓએ માંદગી સહાયના નિયત ફીમા અરજી કરવાની રહેશે તેમ જણાવેલ છે.કાઉન્સિલ ઓલ ગુજરાતના ચેરમેન હીરાભાઈ એસ. પટેલ, વાઇસ ચેરમેન શંકરસિંહ એસ.ગોહિલ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાય કમિટીના ચેરમેન દિલીપભાઈ કે.પટેલ, સભ્યો દિપન કે.દવે, કરણસિં બી.વાધેલા, તથા એકઝીક્યુટીવ કમિટીના સભ્યો અનિલ સી.કેલ્લા, મનોજ એમ.અનડક્ટ સહિતનાઓની સંયુક્ત મીટીંગ યોજાયેલ