વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈ, કોલકતા અને નોઈડામાં બનેલી નવી કોરોના ટેસ્ટીંગ સુવિધાનો વિડીયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો
વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો કહેર હવે ભારતભરમાં ફેલાયો છે દેશમાં ફેલાયેલા કોરોનાના કહેરના કારણે પોઝીટીવ કેસોની સંખ્યા ૧૩ લાખને પાર થઈ જવા પામી છે. કોરોનાના વધતા કેસો સામે વધુમાં વધુ આરોગ્ય સુવિધા ઉભી કરવા કેન્દ્ર સરકાર દ્વારા અવિરત પ્રયાસો થઈ રહ્યા છે. આવા જ પ્રયાસના ભાગરૂપે હાલમાં કોરોનાના હોટસ્પોટ બનેલા મુંબઈ, કોલકતા અને નોઈડામાં કેન્દ્ર સરકારે નવી ટેસ્ટીંગ ફેસીલીટી ઉભી કરી છે. આસુવિધા કાર્યરત થવાથી દરરોજ કોરોનાના વધુ ૧૦ હજાર કેસોનું ટેસ્ટીંગ થઈ શકશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે વીડીયો કોન્ફરન્સીંગથી આ નવી ટેસ્ટીંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુંબઈ, કોલકાત્તા અને નોઈડાની હાઈટેક લેબનું ઉદ્ધાટન કર્યું હતું. આ લેબથી દેશમાં કોરોના ટેસ્ટિંગની ક્ષમતા વધશે. વડાપ્રધાને કહ્યું હતું કે આ લેબથી ભારતની કોરોના સામેની લડત વધારે મજબૂત બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી મુંબઈ, કોલકાત્તા અને નોઈડાની હાઈટેક લેબનું ઉદ્ધાટન કર્યું હતું. એ નિમિત્તે વિડીયો કોન્ફરન્સથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.
મોદીએ કહ્યું હતું કે દેશના લોકોએ બહાદુરીથી કોરોના સામે લડત આપી છે. ભારતમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાયા હોવાથી કોરોના મુદ્દે ભારતની સિૃથતિ ધારણાં કરતાં વધારે ખરાબ થઈ નથી. મોદીએ કહ્યું હતું કે ભારતમાં રિકવરી રેટ દુનિયામાં સૌથી સારો છે અને મૃત્યુ દર પણ દુનિયાની સરખામણીમાં ખૂબ જ નીચો છે.
ગૃહ મંત્રી અમિત શાહે ત્રણ નવી હાઈટેક ટેસ્ટિંગ લેબના સંદર્ભમાં કહ્યું હતું કે આ લેબના કારણે દેશમાં કોરોના ટેસ્ટિંગની ક્ષમતા વધશે. કોરોના સામે લડવામાં આ હાઈટેક લેબ મદદરૂપ બનશે. અમિત શાહે કહ્યું હતું કે વડાપ્રધાનના સતત પ્રયાસોના કારણે દેશમાં કોરોનાની સિૃથતિ નિયંત્રણમાં રહી છે.
આરોગ્ય વિભાગના આંકડામાં દાવો કરાયો હતો કે મૃત્યુદર ઘટીને૨.૨૮ થઈ ચૂક્યો છે. ભારતમાં લોકો ઝડપથી સાજા થઈ રહ્યાં છે તેને આરોગ્ય વિભાગે સારી નિશાની ગણાવીને કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારોની અસરકારક કામગીરીના કારણે આ પરિણામ મળ્યું હોવાનું કહ્યું હતું.
દેશમાં નવાં ૪૪,૯૫૫ કેસ નોંધાયા હતા અને વધુ ૬૨૩નાં મોત થયા હતા. એક જ દિવસમાં ૫૦ હજાર કેસ નોંધાયા પછીના બીજા દિવસે કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. દેશમાં કુલ ૧૪,૭૭,૭૨૮ કેસ નોંધાયા હતા અને કુલ ૩૩૩૯૨નાં મોત થયા હતા. ૯.૪૭ લાખ લોકો સાજા થયા હતા. એક જ દિવસમાં ૩૩૦૯૮ લોકો સાજા થઈને ઘરે ગયા હતા.
આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે દેશમાં આયુષ્યમાન ભારત અંતર્ગત આવતા ૪૩૦૨૨હેલ્થકેર સેન્ટર કાર્યરત થઈ ચૂક્યા છે અને એ કોરોના સામે સારવાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. બીજી તરફ ફ્રાન્સની એમ્બેસીએ કહ્યું હતું કે ફ્રાન્સથી ટેસ્ટ કિટ અને વેન્ટિલેટર્સનો જથૃથો ૨૮મી જુલાઈએ ભારતમાં પહોંચી જશે. ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને ભારતને આ મેડિકલ સાધનો ડોનેટ કરવાની જાહેરાત કરી હતી, તેના ભાગરૂપે મેડિકલ સાધનોનો જથૃથો ભારતમાં આવશે.