યુવકને બ્લેકમેઇલ કરી લોન મેળવી પૈસા પડાવી લેતા એક જ પરિવારના ત્રણ સભ્યો સામે નોંધાતો ગુનો

કોઇ પણ ઇચ્છાને કહ્યા વિના પુરી કરી દે તે મિત્ર.તમારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મિત્ર. દુખમાં પણ હંમેશા તમારી આગળ ચાલે તે મિત્ર. પરંતુ કોઈ ક લોકો આ મિત્રના સબંધને લજવાઈ તેવા કમો કરે છે. ત્યારે એવી જે ઘટના સામે આવી છે જેમાં મિત્રએ મિત્રને જ દગો આપી તેની સાથે રૂ.11.75 લાખની છેતરપિંડી કરિયાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે ત્રણ સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ જામનગર રોડ પર નાગેશ્વર મંદિરની બાજુમાં તીર્થ એપાર્ટમેન્ટની બી-વીંગમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા પરાગ હરેશભાઈ ભટ્ટ (ઉ.વ.33) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સાથે નોકરી કરતા મિત્ર રવિ કાન્તીલાલ તન્ના (રહે. ઉદયનગર શેરી નં-13, વિશ્વા પેલેસ, પહેલા માળે, મુળ કેશોદ) ને બહેનના લગ્ન માટે રૂા.એક લાખની જરૂર પડતા તેણે પોતાના ખાતાના ક્રેડીટ કાર્ડમાંથી રૂા.એક લાખ ઓનલાઈન તેના ખાતામાં જમા કરાવ્યા હતા.

જેના સાત મહિનાના હપ્તા રવિએ ભરી આપ્યા હતા. થોડા દિવસ બાદ રવિએ તેને ગોંડલ રોડ પર ગુણાતીતનગરમાં આવેલા મકાનમાં બોલાવ્યો હતો. જયાં તેના પિતા કાન્તીલાલ, બહેન શ્રધ્ધા અને માતા હાજર હતા. આ વખતે કાન્તીભાઈએ તેને કહ્યું કે મારૂ કેશોદનું મકાન ગીરવે મુકયું છે. જો થોડા દિવસમાં પૈસા નહી ચુકવું તો મકાન ઉપર કબ્જો થઈ જશે.

મારા પુત્રનો સીબીલ સ્કોર ખરાબ છે. જેથી તેના નામે લોન થતી નથી. હું તારા નામે રૂા. 8 .50 લાખની લોન કરાવી ચાર- પાંચ મહિનામાં પરત આપી દઈશ. તેનો જે હપ્તો આવશે તે હું ભરી નાખીશ. આ વાત સાંભળી વિશ્વામાં આવી તેણે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી રૂા.8.50 લાખની પર્સનલ લોન લીધી હતી.બાદમાં તે રકમ રવિના ખાતામાં ટ્રાન્સફર કરી નાખી હતી. જેના હપ્તા બાદમાં રવિએ ભર્યા ન હતા અને તેને કહ્યું કે તેની બહેન શ્રધ્ધા નિર્મલા કોન્વેન્ટ રોડ પર આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડીટ કાર્ડ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરે છે.જેથી તું તેની કાર્ડ કઢાવી લે. પરીણામે જો તેણે પોતાના ડોકયુમેન્ટ રવિને આપ્યા હતા. રવિએ આ ડોકયુમેન્ટ તેની બહેન શ્રધ્ધાને આપ્યા હતા. બાદમાં શ્રધ્ધાએ કહ્યું કે તારા ક્રેડીટ કાર્ડની એપ્લીકેશન 5 નામંજુર થઈ છે.

તેના પાંચ દિવસ બાદ રવિએ ક્રેડીટ કાર્ડ આવી ગયાનું કહી તેને આપ્યું હતું. આ પછી તેને ખબર પડી કે તે ક્રેડીટ કાર્ડમાં મોબાઈલ નંબર રવિની માતાનો નાખવામાં આવ્યો હતો. એટલુ જ નહી રવિએ તેના ડોકયુમેન્ટ ઉપરથી યુનિકાર્ડ (ક્રેડીટ કાર્ડ) બનાવી તેની જાણ બહાર તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. ઘણાં સમય બાદ કસ્ટમર કેરમાંથી કોલ આવતા તેને જાણ થઈ હતી. આ ક્રેડીટ કાર્ડ મારફત તેની જાણ બહાર રૂા.25 હજાર ઉપાડાયા હતા. જે રકમ તેણે ભરી નાખી હતી.એટલુ જ નહી બાદમાં તેને બ્લેકમેઈલ કરી કોટક બેંકમાંથી રૂા.3 લાખની પર્સનલ લોન કરાવી રવિએ તેનો એક પણ હપ્તો ભર્યો ન હતો. આ રીતે રવિ તેની બહેન અને પિતાએ તેની સાથે રૂા. 11.75 લાખની છેતરપીંડી કરી હોવાથી ત્રણ સામે ગુનો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.