અધધધ 6 હજાર પ્રોડક્ટની નિકાસ ડ્યુટી ફ્રી, નિકાસકારોને મળશે પ્રોત્સાહન
ભારતનું અર્થતંત્ર મક્કમતાથી આગળ વધી રહ્યું છે. હવે ભારત રાજકોશીય ખાધ ઘટાડવા કમર કસી રહ્યું છે.જેના માટે ભારતે નીકાસ વધારવા અને આયાત ઘટાડવા ઉપર જોર દેવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે નિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતે ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપારનો કરાર કર્યો છે. જે કરાર ભારતના અર્થતંત્રને એક બુસ્ટર ડોઝ આપશે તે નક્કી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વચગાળાનો મુક્ત વેપાર કરાર અમલમાં આવ્યો છે. જેનાથી હવે ઓસ્ટ્રેલિયામાં ભારતના છ હજારથી વધુ ઉત્પાદનોની નિકાસ પર કોઈ ડ્યુટી નહીં લાગે. 2 એપ્રિલ, 2022ના રોજ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા
આનાથી હજારો ઘરગથ્થુ વસ્તુઓ જેમ કે કાપડ, ચામડા વગેરે માટે ઓસ્ટ્રેલિયન બજારમાં ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. નિકાસકારો અને ઉદ્યોગના દિગ્ગજોના જણાવ્યા અનુસાર, આ કરાર લગભગ પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 45-50 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચાડવામાં મદદ કરશે. ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ ટેક્સટાઇલ, ચામડું, ફર્નિચર, જ્વેલરી અને મશીનરી સહિતના 6,000 થી વધુ ક્ષેત્રોના ભારતીય નિકાસકારોને ઓસ્ટ્રેલિયન બજારમાં ડ્યુટી ફ્રી એક્સેસ પ્રદાન કરશે. ઇસીટીએ પર 2 એપ્રિલના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આનાથી કાપડ અને વસ્ત્રો, કૃષિ અને મત્સ્યઉદ્યોગ, ચામડા, ફૂટવેર, ફર્નિચર, રમતગમતનો સામાન, જ્વેલરી, મશીનરી અને ઈલેક્ટ્રીકલ સામાન સહિતના શ્રમ-સઘન ક્ષેત્રોને મોટો ફાયદો થશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના વાઇસ પ્રેસિડેન્ટ ખાલિદ ખાને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ભારતીય નિકાસકારો માટેના મુખ્ય બજારોમાંનું એક છે. તેમણે કહ્યું કે, આ સમજૂતી તેના અમલીકરણના દિવસથી એટલે કે 29મી ડિસેમ્બરથી અ