આઇ.એફ.જે.ડી. દ્વારા યોજાયો હેરિટેજ ફેશન શો: ૧ર થીમ પર ૧૮૫ છાત્રોએ તૈયાર કરેલા કોસ્ચ્યુમ રજૂ કરાયા
આ ફેશન શોમાં ૧ર વિવિધ થીમ આધારીત સિકવન્સ અને ૧૮૫ થી વધુ વિઘાર્થીઓ દ્વારા તૈયાર થયેલા અદ્દભુત કોસ્ચ્યુમ રજુ કરાયા
રાજકોટના ગ્રીન લીફ કલબ ખાતે રાજકોટની ટોચની ફેશન ડિઝાઇનીંગ સંસ્થા આઇએફજેડી દ્વારા અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી ઝાકઝમાળ અને ભવ્ય ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શો ને હેરિટેજ ફેશન શો નામ આપવામાં આવ્યું હતું. જેમાં મહારાણા અને મહારાણીના ઝાકઝમાળ કોસ્ચયુમને દેશની ટોચની મોડલ દ્વારા રેમ્પ પર પ્રદર્શિત કરાયા હતા. આ ફેશન શોમાં ૧ર વિવિધ થીમ આધારીત સિકવન્સ રજુ કરાઇ હતી. જેમાં ૧૮૫ થી વધુ વિઘાર્થીઓ દ્વારા તૈયાર થયેલા અદ્દભુત કોસ્ચ્યુમ રજુ કરાયા હતા જેને જોઇને દર્શકો પણ દંગ કરી ગયા હતા.
અહીં તમામ વિઘાર્થીઓને પોતાની કલા અને કિએટીવીટી બહાર લાવવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળ્યું હતું. વિઘાર્થીઓ દ્વારા જે ૧ર સિકવન્સ તૈયાર કરવામાં આવી હતી તેમાં હેરી બોલ ગાઉન સોફટ એન્ડ પેપર, પેશ્વા ચી મુલ્ગી, એમરાલ્ડ ડિઝાઇનર રિસેપ્શન ડ્રેસીસ, પ્રિન્ટ પેશન્સ, ચંદ્રગુપ્ત મૌર્યના સમયની યાદ અપાવે તેવા સલ્ટન્ટ ડ્રેપ બ્રોડ વે બ્રાઇડ, ટાઇમલેસ પર્પલ, સેન્સ્યુઅલ સ્ટાઇલો, મેવાડે મહારાણી રજવાડા રાઉન્ડ વિદેશી વોગ ઇવેનઇંગ ઇન્ડીયન વેર, મુગરલ મેરેજ, રોઝ રોમાન્સનો સમાવેશ કરાયો હતો.
આ ફેશન શોમાં એક વિશેષતા એ પણ રહી હતી કે વિખ્યાત સિંગર બીની શર્માએ ફેશન શોના રેમ્પ પર જ મોડેલની સાથે વિખ્યાત ગીતો ગાઇને જમાવટ કરી હતી. સાથે જ રાજકોટના ક્રિએટીંગ હોબી ઝોનના વિઘાર્થીઓ દ્વારા ફેશન શોની વચ્ચે સાલસા, સુફી ડાન્સ, ઝાઝ ડાન્સ વગેરે રજુ કરાયા હતાં.
આ ફેશન શોમાં દેશ-દુનિયાના વિવિધ ફેશન શોમાં ભાગ લઇ ચુકેલી મોડલોએ રેમ્પ વોક કર્યુ હતું. જેમાં મિસ એશિયા પેસિફિક ઉપરાંત વિખ્યાત મોડેલ અયેલશા રાઉત, સુશોભીતા દાસ, પુજા વાડિયા, ‚મા કુલકર્ણી, પ્રિયેશીઆ ચૌધરી, હેમાંગીની સીંઘ, નમ્રતા ગુજરાન, લીના વિશ્ર્વકર્મા, ઇરીશ મૈતી, સરીતા પટેલ, જશ્પાલ કૌર, અંજલી રાઉત, નવનીત મલિક, આકાશ જૈસવાલ નો સમાવેશ થયો હતો.
રીસર્ચ બાદ તૈયાર કરાઇ છે થીમ: હેત્સી શાહ
આ તકે આઇએફજેડીના હેત્સી શાહે જણાવ્યું હતું કે આ વખતે મુગલોથી થીમ આધારીત તેમનો રાઉન્ડ છે તેમજ તેમણે ઘણું રીચર્સ કર્યા બાદ આ થીમ બનાવી છે.
સ્પોન્સરશીપ એ તો છે મોટી જવાબદારી: પ્રિયંકા ડામોર
આ તકે ફેશન શોના ટાઇટલ સ્પોન્સર પ્રિયંકા ડામોરે જણાવ્યું હતું કે સ્પોન્સરશીપ મોટી જવાબદારી છે તેમજ આજે એ દિવસ આવ્યો છે જેની ખુશી છે ઉપરાંત તેમણે તેમના વેડિંગ થીમની માહીતી આપી હતી.
ફેશન સાથે બેટી બચાવોનો મેસેજ પણ: બોસ્કી નથવાણી
આ તકે ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન એન્ડ જવેલરી ડિઝાઇનીંગના સીઇઓ બોસ્કી નથવાણીએ કહ્યું હતું કે આ ફેશન શો માટે સ્ટુડન્સે ખુબ જ મહેનત કરી છે તેમજ નવું જ કલેકશન જોવા મળશે. ઉપરાંત પહેલા રાઉન્ડમાં મમ્મી તેમજ ડોટર દ્વારા બેટી બચાવો મેસેજની વાત કરાઇ હતી.