વોર્ડ નં.૧૩માં તા.૦૫/૧૦/૨૦૧૮ના રોજ સેવાસેતુ કેમ્પમાં પ્રશ્નો લઇ ઉમટી પડવા “બાપલીયા”ની હાકલ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર તેમજ પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર તેમજ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને પ્રજાલક્ષી બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિગત રજુઆતોનો તેમજ રાજ્ય સરકારની તથા રાજકોટ મહાનગર પાલિકાની યોજનાઓ સંબધિત પર્શ્નો સ્થળ ઉપર જ નિકાલ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ હોય આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વોર્ડ નં.૧૩ની જાહેર જનતાને વોર્ડ નં.૧૩ના જાગૃત કોપોર્રેટર જયાબેન હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરએ નિમંત્રણ પાઠવાયું છે.

આ તકે, વોર્ડ નં.૧૩ના જાગૃત કોપોર્રેટર જયાબેન હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર તથા કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, પ્રભારી રાજુભાઈ બોરીચા, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, શહેર ભાજપ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, વોર્ડ મહામંત્રી સંજયસિંહ વાઘેલા, યોગેશભાઈ ભુવા તેમજ ભાજપ અગ્રણીઓ તથા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહેલ છે.

તા.૦૫/૧૦/૨૦૧૮ શુક્રવારના રોજ વોર્ડ નં-૧૩માં શાળા નં.૬૯ સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ, ધોળકિયા સ્કુલ પાસે, અંબાજી કડવા પ્લોટ, કૃષ્ણ નગર મેઈન રોડ,સ્વામિનારાયણ ચોક પાસે, સવારે ૦૯:૦૦ કલાકે થી બપોરે ૦૨:૦૦ કલાક સુધી ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૩માં યોજાનાર આ સેવાસેતુ કાયક્રમમાં સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.