- પ્લાસ્ટીકનો સદ્ઉપયોગ જ સાચી પર્યાવરણની સેવા
- જીવનજરૂરી બની ગયેલા પ્લાસ્ટીકના ઉપયોગમાં જાગૃતિ લાવવી જરૂરી
- ચાર લાખ સ્કેવરફીટમાં એરિયામાં 200થી વધુ સ્ટોલ
સારાષ્ટ્ર પ્લાસ્ટીકસ મેન્યુ . એસોસીએશન , રાજકોટ ધ્વારા આ મહિનામાં રાજકોટ ખાતે તા . 14 ડીસેમ્બર થી 17 ડીસેમ્બર , 2022 દરમ્યાન પ્લાસ્ટીક ઉદ્યોગુ એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંગેે સંસ્થાના પ્રમુખ પરાગ સંઘવી ૈએ જણાવ્યું કે છેલ્લા બે ત્રણ વર્ષના કોરોનાના કપરા કાળના કારણે કોઈ કાર્યક્રમો કરી શકાયા ન હતા પરંતુ આ વર્ષે થોડુ યોગ્ય વાતાવરણ સર્જાતા પ્લાસ્ટીક ઉદ્યોગનું એક વિશા પ્રદર્શન આગામી ડીસેમ્બર , 2022 મા ચાર દિવસ માટે રેસકોર્સ ગ્રાઉન્ડ , રાજકોટ ખાતે યોજવાનું આયોજન કરવામા આવેલ છે . તેઓ વધુમાં કહ્યુંકે ખાસ કરીને આ એગ્ઝીબીશનમા સારાષ્ટ્ર – ગુજરાતના પ્લાસ્ટીક ઉદ્યોગ , ઉદ્યોગકારો , મશીનરીના ઉત્પાદકો . તેના અનુસાંગીક વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા હર કોઈ પોત પોતાની ઉત્પાદિત ચીજ વસ્તુઓનુ લાઈવ ડેમોસ્ટ્રેશન આપશે તેમા સાત મોટા ડોમ તથા 200 . જેટલા નાનામોટા સ્ટોલનુ આયોજન કરેલ છે . જેથી નાના એકમી પણ તેમા ભાગ લઈ શકે . તેથી વહેલા તે પહેલાના ધોરણે સ્ટોલ ફાળવવામા આવશે , તો રસ ધરાવતા એકમોને તેમા ભાગ લેવા અનુરોધ કરેલ છે .
સૌરાષ્ટ્ર પ્લાસ્ટ , 2022 ના એગ્ઝીબીશનના ચેરમેન જે. કે. પટેલ વધુ માહિતી આપતા જણાવે કે આ પ્રદર્શનમા અમદાવાદ , વડોદરા , મુબઈ , કલકત્તા વગેરે મોટા સેન્ટરમાંથી ઉદ્યોગકારો ભાગ લઈ રહયા છે . અને અવનવી લેઈટેસ્ટ ટેકનોલોજી તથા તેમા થયેલ જરૂરી ડેવલપમેન્ટસ ઘ્વારા ઉત્પાદન થતી ચીજ વસ્તુઓનુ લાઈવ ડેમોસ્ટ્રેશન રજુ કરીને વિઝીટરો સમક્ષ દર્શાવવામા આવશે.આ એ બીશનમા સમગ્ર ગુજરાત ઉપરાંત મુંબઈ , કલકત્તા , મદ્રાાસથી પણ વધુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે.આ એગ્ઝીબીશન ચોર લાખ સ્ક્વેર ફીટ એરીયામા પથરાએલ છે જેમા ત્રણ લાખ સ્ક્વેર ફીટમા ડેકોરેશન કરેલ છે 200 થી વધુ સ્ટોલ હશે , 125 જેટલા મશીનરીના લાઈવ ડેમોસ્ટ્રેશન સ્ટોલ છે . 75 થી વધુ રોમટીરીયલ્સ તથા પ્લાસ્ટીક પ્રોડકટસ સ્ટોલ છે.પાર્ટીઓ પાર્ટીશીપેન્ટ કરી રહેલ છે . સૌરાષ્ટ્ર પ્લાસ્ટ , 2022 ના એગ્ઝીબીશનનુ પ્રમોશનલ ઈવન્ટ ગત તા .30 ના રાખેલ જેમા સમગ્ર સૈારાષ્ટ્રમાથી 250 થી પણવધુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા ંહતા.
એગ્ઝીબીશનની અગત્યતા અને તે સમજણ – પવા માટે ઓલ ઈન્ડયા લેવલના ઈન્ટરનેટાનલ કક્ષાના સંગઠનો જેવાકે પ્લાસ્ટઈન્ડીયા ફાઉન્ડેશન , ઓલ ઈન્ડીયા પ્લાસ્ટીકસ મેન્યુ.એસોસીએશન , તથા ગુજરાત પ્લાસ્ટીકસ મેન્યુ . એસોસીએશનના મહાનુભાવો ભાગ લેવા આપણા આમંત્રણને માન આપીને અત્રે પ્રદર્શનમા રૂબરૂ આવી રહયા છે .
સંસ્થાના ખજાનચી પરેશભાઈ હાંસલીયાએ કહયુકે આ એગ્ઝીબીશનના રાજકોટ ન કો – ઓર્ગેનાઈઝર મે . સનલાઈન ઈન્ફોટેકના પ્રતિનિધી બ્રીજેશભાઈ પુરોહિત જહેમ ઉઠાવી રહ્યાછે . ખાસકરીને નવા ઉદ્યોગ સ્થાપવા માગતી નવી પેઢીને આ પ્રદર્શનમાથી ઘણી જાણકારી પ્રાપ્ત થશે સાથો સાથ ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ના વિધ્યાર્થીઓ , ટેકનીકલ શિક્ષણ , ઈલેકટ્રોનીક , મીકેનિકલ વગેરેના વિધ્યાર્થીઓને પણ અધ્યતન ટેકનોલ ” ની જાણકારી આ એગ્ઝીબીશનમાથી મળી રહેશે તેમ માનદ મંત્રી જયસુખભાઈ અઘેરાએ યાદીના અંતમા જણાવ્યુ છે .
અગાઉના સમયમાં લાકડાનુ ફરનીચર કેબીન , બારી દરવાજાના બનાવવા જંગલોનો નાશ થતો તેને કારણે હાલમા સમગ્ર વિશ્વમાટે પર્યાવરણનો ખતરો ઉભો થયો છે પ્લાસ્ટીકના ફરનીચર બનતા પ્લાસ્ટીક જંગલોનો નાશ થતો અટકાવે છે
પાઈપ અને સેનેટરી લોખન્ડના બનતા તેની જગ્યાએ પીવીસી , એચડીપીના પ્લાસ્ટીક પાઈપ આવતા વજનદાર અને કિંમતી લોખંડનો બચાવ થાય છે . તેવીજ રીતે મીલ્કકેન ટ્રન્કબેગ ધાતુઓના વજનદાર બનતા તેની જગ્યાએ પ્લાસ્ટીકનો ઉપયોગ થતા દેશની કિમતી ધાતુનો યંત્ર સામગ્રી માટે બચાવ થાય છે . ધાત ુ – કાચની બરણીની જગ્યાએ પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે .
એન્વયરમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટનુ કાર્ય પંચાયત , ગ્રામ પંચાયત અને નગર પાલીકા મહાનગર પાલીકાઓની જવાબદારી હોય , તેના વતી ગરીબ લોકો શેરી ગલીઓમાથી સવારથી સાંજ સુધી પ્લાસ્ટીક વેસ્ટ કચરો ભેગો કરી રોજી રોટી મેળવી રહયા છે.
સૌરાષ્ટ્રમાં પ્લાસ્ટિક રીપ્રોસેસ યુનિટનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે: વી.ડી. પટેલ
ઉપપ્રમુખ ની.ડી.પટેલે માહિતી આપતા કહયુકે સમગ્ર દેશ – વિદેશની સળગતી સમશ્યા પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ બારામા જણાવ્યુ કે પ્લાસ્ટીક વેસ્ટનો નિકાલ કરવા સમગ્ર દેશ માંથી મોટા ભાગનો વેસ્ટ રી – પ્રોસેસ કરવાની પ્રક્રીયા સૈારાષ્ટના ધોરાજી , ઉપલેટા , અને જામકંડોરણામા આવા મોટાભાગના રી – પ્રોસેસ પ્લટો કાર્યરત રહી સમગ્ર વિશ્વ ને નડી રહેલ પર્યાવરણનો પ્રશ્ન હલ કરવાના ભાગ રૂપે પ્રદુશણ રહીત કરવાના કાર્ય મા આપણુ સૈારાષ્ટ સેવા આપી રહયુ છે . એટલુંજ નહીં પરંતુ આપણે દેશનુ મુલ્યવાન ગણાય તેવી ધાતુઓ જેવીકે લાકડુ , લોખંડ , કાચ વગેરેની જગ્યાએ વાપરી શકાય તેવુ વેસ્ટ માથી બેસ્ટનુ કાર્યકરી રહયા છીએ , એટલુંજ નહી પરંતુ આ લેબર ઓરીએન્ટેડ ઉદ્યોગ છે જે હજારો કામદારોને રોજી રોટી પુરી પાડે રહેલ છે.અને નગર પાલિકા , મહા નગર પાલિકાઓ વતી વેસ્ટ મેનેજમેન્ટનુ કાર્ય કરી રહેલ છે .
પ્લાસ્ટિકના ઉપયોગ જનતાની સુઝબુઝ ખૂબ જ જરૂરી :પરાગભાઈ સંઘવી
અબ તકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે વાતચીત કરતા પરાગભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક વગર હવે ચાલે તેમ જ નથી પરંતુ પ્લાસ્ટિકનો સદુપયોગ કરવાની જવાબદારી સમાજે ઉપાડવી જોશે ઘરમાંથી કચરો કે લીલો સુકો એઠવાડ ના નિકાલ માટે પ્લાસ્ટિકની થેલીઓ ઉપયોગ પરંતુ પશુઓ એ પ્લાસ્ટિકની બેગ ખોલી શકતા નથી અને તેમને પ્લાસ્ટિકની બેક સહિત જ ખાઈ જાય છે એટલા માટે થી મહિલાઓને કેરી બેગમાં અઠવાડ નાખવાને બદલે હેઠળની કુંડી માં નાખવા અથવા તો બીજી કોઈ વ્યવસ્થા કરવી જરૂરી છે પરંતુ પ્લાસ્ટિક દિવસે દિવસે જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં મોખરે થતું જાય છે પ્લાસ્ટિકનો વપરાશ જંગલ અને લોખંડની ખાણોના બચાવ માટે પણ કરી શકાય પણ તેનો ઉપયોગ યોગ્ય રીતે થવું જોઈએ પ્લાસ્ટિક બાળકની દૂધની બોટલથી લઈ સ્કુલ બેગ વાહનો અને સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ થી લઈને તમામ જગ્યાએ થાય છે પ્લાસ્ટિક વાપરવું પ્રકૃતિની જાળવણી છે પરંતુ તેનો ઉપયોગ વિન ય પૂર્વક થવો જોઈએ