ભારે વરસાદથી બચવા અન્ડર ૧૬ ફુટબોલ ટીમે લીધી હતી ગુફાની શરણ
થાઇલેનડની એક ગુફા થેમ લુઆંગમાં ૯ દિવસથી ફસાયેલા ૧ર બાળકો જીવતા મળ્યા છે તે અંડર ૧૬ ફુટબોલ ટીમના સભ્યો છે જેણે પુરથી બચવા માટે ૧૦ કી.મી. લાંબી ગુફામાં શરણ લીધી હતી. જો કે હાલ રેસ્કયુ ટીમના તરવૈયાઓને સોમવારે સાંજે બાળકોનાં સંબંધીત સ્પોટ પર હોવાના સમાચારો ત્યારે મળ્યા જયારે થાઇરોયલ નેવી સીલના જવાનોએ એક એરપોર્ટ ફેંકયો હતો.
તેના જવાબમાં પ્રતિક્રિયા આવી તેનાથી નકકી થયું ફકે બાળકો હજુ પણ સકુશળ છે. હવે ટીમ તેમના સુધી પહોચવાની યોજના શરુ કરી છે. ટીમની શોધમાં ૧ર૦૦ જવાનો કાર્યરત છે. કહેવાય છે કે વરસાદનું પાણી ભરાતા ગુફાનો રસ્તો બ્લોક થઇ ગયો હતો, બાળકોના બચાવ માટે ચાર દેશની રેસ્કયુ ટીમ કાર્યરત છે.
ગુફામાં ઓકિસજનની અછત દુર કરવા માટે ગત પાંચ દિવસથી ર૦૦ સિલિન્ડર પહોચાડવામાં આવ્યા છે. બાળકો સુધી પહોચવા માટે રેસ્કયુ ટીમે એરફોર્સની મદદ પણ લીધી છે. બાળકોને સારવાર મળી શકે માટે ગુફામૉ હોસ્પિટલ બનાવાઇ.