શહેરના ડોકટર-પોલિસને નાસ્તાકિટ, ગુંદી-ગાંઠિયા, જરૂરતમંદોને

રાશનકિટ, ૨૫૦૦૦થી વધુ માસ્કનું વિતરણ કરાયું

હાલ લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં શહેરમાં ગાયત્રી પરિવાર દ્વારા અનેકવિધ સેવાકાર્યો થઇ રહ્યા છે. જેમાં નાસ્તાકિટ, રાશનકિટ, માસ્ક વગેરેનું વિતરણ થઇ રહ્યું  છે.

કોરોનાની વૈશ્ર્વિક મહામારીને નાથવા લોકો લોકડાઉન થયાં છે જેથી લોકોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ગરીબ મધ્યમ વર્ગના લોકો આર્થિક અગવડતા અનુભવી રહ્યા છે. ત્યારે આવા લોકોની વ્હારે અનેક સેવાભાવીઓ આવ્યા છે. તેવી જ રીતે શહેરમાં ગાયત્રી પરિવાર પણ લોકોને મદદરૂપ થવા વિવિધ સેવાકાર્યો કરી રહ્યું છે.

શહેરમાં કોરોના વોરિયર્સ કે જઓ સતત દિવસ રાત ખડેપગે રહી લોકોની સુરક્ષા કાજે ફરજ બજાવી રહ્યા છે તેવા ડોકટર-પોલીસ સ્ટાફ વગેરેને નાસ્તાકિટ અપાઇ હતી. આ ઉપરાંત હનુમાન જયંતિએ પણ લોકોને પ્રસાદીરૂપે ગુંદી-ગાઠિયાનુ વિતરણ કરાયુ હતું. શહેરના મેયર અને કલેકટરના માર્ગદર્શન મુજબ રાશનકિટ બનાવી જરૂરતમંદોને વિતરણ કરાઇ રહ્યું છે. જે સ્લમ વિસ્તારમાં જરૂર હોય તે મુજબ કિટનું યોગ્યતા પુર્વક વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ રાશનકિટમાં ત્રણ કિલો ઘઉનો લોટ, ર કિલો ખીચડી, ૨ કિલો ખાંડ, ૨ કિલો બટેટા, ૧ લિટર તેલ વગેરે વસ્તુઓનો સમાવેશ કરાયો છે.

ગાયત્રી પરિવારના ૨૦થી ૨૫ યુવા મેમ્બરોની ટીમ સેવાકાર્યોમાં કામે લાગી છે.

ગાયત્રી પરિવાર દ્વારા મુખ્યમંત્રી રાહતકોષમાં ૧ કરોડથી વધુ દાન અપાયું છે. ગાયત્રી પરિવારનું સંચાલન-નેતૃત્વ કરનાર અને વ્યવસ્થાપક પીના કીનાભાઇ રાજયગુરૂના માર્ગદર્શન હેઠળ સેવાકાર્યો ધમધમી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.