ભગવાને આ દુનિયામાં જેટલી પણ ચીજો બનાવી છે. એ કોઇને કોઇ કારણોસર કામમાં આવે છે. એવામાં તમે કેળાનું નામ તો સાંભળ્યું જ હશે. કેળા જો ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને આપણા શરીર માટે પણ લાભકારક હોય છે. કેળા દવાનું પણ કામ કરે છે. જેને ખાઇને આપણે નાની મોટી બિમારીઓ દૂર કરી શકીએ છીએ. પરંતુ શુ તમે કોઇ દિવસ કેળાના ફૂલના ઉપયોગ વિશે સાંભળ્યું છે? કેળાના ફૂલો નાની મોટી બિમારીઓ દૂર કરે છે.
કેળાના ફૂલ ખાવાથી શરીરમાં આયરન વગેરેની કમી આવતી નથી અને રક્ત સંચાર સંતુલન રહે છે શરીરમાં સ્ફૂર્તિ રહે છે. કેન્સર જેવી ખતરનાક બિમારીઓથી બચવા માટે કેળાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ હોય છે. જે ફ્રી રેડિકલ્સથી બચાવવા સાથે કેન્સરથી બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
કેળાના ફૂલ માનસિક તણાવને પણ દૂર કરે છે આ ફૂલમાં મેગ્નેશિયમ એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ડિપ્રેસેન્ટ તત્વ હોય છે. જેને ખાવાથી માનસિક તણાવ દૂર થાય છે.
કેળાના ફૂલનું ચૂર્ણ બનાવીને સેવનથી પાચન ક્રિયા સંબંધી પરેશાનીઓ નષ્ટ થઇ જાય છે અને એ ઉપરાંત પેટનો દુખાવો, ગેસ, અપચો, એસિડિટી આ બધામાં ફાયદાકારક નીવડે છે.