પ્રેમ અને પ્રેમ નો અહેસાસ કરવવાનો મહિનો એટલે ફેબ્રુઆરી. આ મહિનામાં છુપાયેલી લાગણીઓને બહાર લાવવા માટે ખાસ દિવસો હોય છે. યુવાનો આ ખાસ દિવસ માટે તેમના હૃદયમાં છુપાયેલી લાગણી દર્શાવવા રાહ જુએ છે. વેલેન્ટાઇન ડે 14 મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, આ દિવસે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ એકબીજાને ગિફ્ટ આપે છે અને પોતાનો પ્રેમ વ્યક્ત કરીને આ દિવસની ઉજવણી કરે છે. માનવામાં આવે છે કે વેલેન્ટાઇન્સ ડેનું નામ સંત વેલેન્ટાઇનના નામ પરથી રાખવામાં આવ્યું છે.પરંતુ તે પહેલા યુવાનો વેલેન્ટાઇન વીકની ઉજવણી કરે છે. વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડે થી થાય છે.
આ દિવસે, એકબીજાને પ્રેમ કરતા હોય તે વિવિધ રંગોના ફૂલો આપે છે, જે સૌ પ્રથમ તેમના પ્રેમને વ્યક્ત કરવા અથવા નવી મિત્રતા શરૂ કરૂ કરવા ગુલાબ આપે છે.આ ઉપરાંત રોઝ ડે ના દિવસે ફક્ત પ્રેમી પંખીડા કે પતિ-પત્ની જ ગુલાબના ફૂલ નથી આપતા, પણ તમે દરેક નિકટના લોકોને ફૂલ આપી શકો છો જેને તમે દિલથી માનો છો. સામાન્ય રીતે આપણે બધા લાલ ગુલાબ પસંદ કરીએ છીએ અને રોઝ ડે પર લાલ ગુલાબ આપીએ છીએ.
રોઝ ડેના દિવસે લાગણી દર્શાવવા માટેનો સારો દિવસ માનવામાં આવે છે, અને યુગલો આ દિવસે એકબીજાને ફૂલો આપીને ઉજવે છે. વેલેન્ટાઇન વીકના પ્રથમ દિવસે દરેક વ્યક્તિ ફરીથી તેમના પ્રિય અને મિત્રોને ફૂલો આપીને સંબંધો શરૂ કરે છે.
રોઝ ડે પર દરેક રંગના ગુલાબ પાછળ છુપાયેલો એક ખાસ મતલબ છે.
રેડ રોઝ કોઈ વ્યક્તિ પ્રત્યે પ્યાર વ્યકત કરવાનો સરળ રસ્તો મનાય છે. કોઈ વ્યક્તિ પ્રત્યે માન વ્યકત કરવું, પ્રશાંસા કરવી કે નિષ્ઠા દર્શાવવા માટે લાલ ગુલાબ આપવામાં આવે છે. બાર ગુલાબનો ગુચ્છો ભેટ આપવામાં આવે ત્યારે તેની પાછળ પ્રેમનો એકરાર છુપાયેલો છે. વ્હાઈટ રોઝ શાંતિ અને સુલેહનું પ્રતિક માનવામાં આવે છે.
રોઝ ડે સાથે સંકળાયેલા ફિલ્મી ગીતો
1 . એ ફૂલો કી રાની બહારો કી મલ્લિકા
2 . બહારો ફૂલ બરસાવો
3 . ફૂલો કે રંગ સે
4 . ફૂલ તુમ્હે ભેજા હે ખતમેં
5 . ફૂલ આહિસ્તા ફેંકો