મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે રોડ-શોમાં જોડાશે: ૧૦,૦૦૦થી વધુ બાઈક રોડ શોમાં જોડાશે
રાજકોટમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજીડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરવા આવી રહ્યા છે ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આજીડેમથી રેસકોર્ષ સુધી ૧૦ કિલોમીટર સુધીના યોજાનારા રોડ-શોમાં ૪૦ ગાડીઓનો કાફલો હોવાનું જાણવા મળ્યું છે.
વડાપ્રધાનનું આજે સાંજે ૪ કલાકે રાજકોટ એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ રેસકોર્ષમાં દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સભા પણ સંબોધશે. રેસકોર્ષનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ત્યાંથી વડાપ્રધાન સીધા જ આજીડેમ ખાતે નર્મદા નીરને વધામણા કરવા પહોંચશે. સૌની યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન અંદાજીત અડધો કલાકથી વધુનું સંબોધન પણ કરશે.
વડાપ્રધાનના રાજકોટ કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આજીડેમથી રેસકોર્ષ સુધીનો ૧૦ કિલોમીટરનો રોડ-શો છે. આજીડેમ ખાતે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અંદાજીત ૭:૧૫ કલાકે આજીડેમથી રેસકોર્ષ સુધી ૧૦ કિલોમીટરનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ રોડ-શો યોજાશે. આ રોડ-શોમાં વડાપ્રધાનની સાથે ૪૦ જેટલી ગાડીઓનો કાફલો પણ જોડાશે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ રોડ-શો દરમિયાન વડાપ્રધાનની સાથે જ રહેશે. આ ઉપરાંત કેન્દ્રના અને પ્રધાન મંડળના મંત્રીઓ પણ વડાપ્રધાનના રોડ-શોમાં જોડાય તેવી સંભાવનાઓ પ્રવર્તી રહી છે.
રોડ-શો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની જીણવટભરી કાળજી લેવામાં આવી છે. રોડ-શોના તમામ ‚ટ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત ઉપરાંત એજન્સીઓની સુરક્ષા વ્યવસ્થા અને બ્લેક કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે. રોડ-શોના ‚ટ ઉપર જગ્યાએ અંદાજીત ૪૦૦થી વધુ સીસીટીવી કેમેરા મારફત વડાપ્રધાનના રોડ-શોનું રેકોર્ડીંગ કરવામાં આવશે. આ ઉપરાંત ૪૦ જેટલા વિડીયો કેમેરા પણ વડાપ્રધાનના રોડ-શોનું કવરેજ કરશે.
૪૦ ગાડીઓના કાફલા વચ્ચે વડાપ્રધાન આજે સાંજે આજીડેમથી અમુલ ડેરી ચોક, ચુનારાવાડ ચોક, ડિલકસ ચોક, કેશરી હિંદ પુલ, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, રેસકોર્ષ રીંગ રોડ થઈ સભા સ્થળે પહોંચશે.