-વહેલી સવારે ઝાકળવર્ષા: લઘુતમ તાપમાનનો પારો પટકાયો: બપોરે ગરમીનો અનુભવ
અબતક,રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સતત પાંચમાં દિવસે ઝાકળવર્ષા થવા પામી હતી જોકે આજે અચાનક ઠંડીનું જોર વધ્યું હતુ લઘુતમ તાપમાનનોપારો પટકાયો હતો. જેના કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવ થતો હતો. બપોરનાં સમયે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજી એકાંદ પખવાડીયું મિશ્ર ઋતુનો અનુભવ થશે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું મિનિમમ તાપમાન 17.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા અને પવનની સરેરાશ ઝડપ 5 કિ.મી.પ્રતિ કલાક રહેવા પામી હતી.
ગઈકાલની સરખામણીએ આજે રાજકોટના લઘુતમ તાપમાનમાં અધો ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેનાકારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થતો હતો. આજે સતત પાંચમા દિવસે ઝાકળ વર્ષા થવા પામી હતી. શિયાળાની સીઝન હવેવિદાય લઈ રહી છે. હોળીના તહેવાર સુધી હજી મિશ્ર ઋતુનો અનુભવ થશે વહેલી સવારે અને મોડીરાતે ઝુલાબી ઠંડીનો અનુભવ થશે જયારે બપોરનાં સમય ગરમીનો અનુભવ થતો રહેશે. આગામી દિવસોમાં હવે લઘુતમ અને મહતમ તાપમાનનો પારો ઉંચકાતો રહેશે.