અબતક,ઋષી મહેતા, મોરબી
મોરબીમાં મુસ્લિમ સમાજના માતમના પર્વ મહોરમ નિમિતે નીકળતા તાજિયા ઝૂલુસમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા તાજિયાના નિર્ધારિત રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં મોરબીમાં એ. એસ. પી .અતુલ બંસલ તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પીઆઈ એમ. પી.પંડ્યા તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા તાજિયાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ તહેવાર શાંતી પૂર્વક અને કોમીએકતાના વાતાવરણ સાથે ઉજવણી થાય તે બાબતે તાજીયા કમીટીના સભ્યો સાથે ચર્ચા કરવામા આવેલ હતી.
મોરબી જીલ્લામા તા-8 ઓગસ્ટના રોજ મુસ્લીમ બિરાદરો દ્વારા માતમના પર્વ તાજીયાના તહેવારની ઉજવણી થનાર હોય જેના અનુસંધાને માળીયા વિસ્તારમા આ તહેવારની ઉજવણીના અનુસંધાને મોરબી જિલ્લાની હાલની પરીસ્થિતીને ધ્યાને લઇ તાજીયાના તહેવારની ઉજવણી અંગે માળીયા મા તાજીયા કમીટીના સભ્યોને સાથે રાખી થાણાના પોલીસ કર્મચારી બોડીવેબ કેમેરાથી સજ્જ 42 પોલીસ કર્મચારીઓ દ્વારા સરકારી વાહનો સાથે રાખી તાજીયા ઝુલુસના રૂટ ઉપર ફલેગ માર્ચ કરવામા આવેલ હતી. તથા તાજીયા જુલુસના રૂટ તથા જનમેદની તથા જોખમી પરીબળો તથા ટ્રાફીક વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત તથા આ તહેવાર શાંતી પૂર્વક અને કોમીએકતાના વાતાવરણ સાથે ઉજવણી થાય તે બાબતે તાજીયા કમીટીના સભ્યો સાથે ચર્ચા કરવામા આવેલ હતી.