રામેશ્ર્વરાનંદજીનાં આશ્રમ ખાતે હિન્દુ સેના દ્વારા ૪૫ સૈનિકો સાથે અગત્યની ૧૦ નવી જવાબદારીમાં ફેરફારનો નિર્ણય લેવાયો

જામનગરનાં લાલપુર બાયપાસથી રાજકોટ જતા રામેશ્ર્વરાનંદજીનાં આશ્રમ ખાતે આવેલ ચંદ્રેશ્ર્વર મહાદેવનાં મંદિરે ભગવાન શિવજીનાં જયઘોષ સાથે ઘ્વજારોહણનો કાર્યક્રમ હિન્દુ સેના દ્વારા કરાયો હતો ત્યારબાદ રામેશ્ર્વરાનંદજીનાં આશીર્વાદથી હિન્દુ સેનાની એક અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં ૪૫ થી વધુ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત હિન્દુ સેનાનાં પ્રમુખ પ્રતિક ભટ્ટ દ્વારા સંસ્થાની માહિતી તેમજ ગુજરાતમાં હિન્દુઓ પર અમુક વિધર્મીઓ દ્વારા વધતા હુમલાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગુજરાતનાં છેલ્લા પ્રવાસમાં ગયેલા તેવા સુરત, વાપી અને રાજકોટમાં પણ જે છેલ્લે છેલ્લે હિન્દુઓ પર હુમલાઓ થયા તેની પણ વિગત આપી હતી. છેલ્લી ચુંટણીનાં પરિણામ બાદ અમુક વિધર્મીઓ દ્વારા હિન્દુઓ પર હુમલાઓના પ્રમાણનો રેસ્યો વધતો જણાયો છે

ત્યારે તાત્કાલીક ધોરણે એક થવા અને હિન્દુ સેનાનાં વધતા કામને લઈ માળખું મજબુત બનાવવા પ્રયત્ન કર્યા હતા આ સમય દરમ્યાન રામેશ્ર્વરાનંદજી તેમજ રાજકોટથી પધારેલ રાજુભાઈ પોપટની હાજરીમાં જવાબદારીમાં વધારો કરાયો હતો. જેમાં હરેન રાવલ સોશ્યલ મિડિયા ઈન્ચાર્જ અને જય પંડયા શહેર ઈન્ચાર્જ, માધવ પુંજાણી જિલ્લા વ્યવસ્થા પ્રમુખ, ધિરેન નંદા યુવા પ્રભારી, રવિ રાઠોડ યુવા પ્રમુખ, દિપક પિલ્લે શહેર પ્રમુખ, મોહિત રાઠોડ કોલેજીયન પ્રમુખ, નિશ્ર્ચય પંડયા, કોલેજીયન પ્રભારી, અર્જુનસિંહ ગૌરક્ષા પ્રમુખ, પૃથ્વીરાજસિંહ દક્ષિણ વિભાગ પ્રમુખ, અજયસિંહ તેમજ રણજીતસિંહ રાઠોડ દક્ષિણ વિભાગ ઉપપ્રમુખ, દિલીપભાઈ દક્ષિણ વિભાગ સંગઠન મંત્રી, કુલદિપ પરમાર સેવા વિભાગ ઉપપ્રમુખને જવાબદારી સોંપાઈ હતી

અને આવતા સમયમાં સોશ્યલ મિડીયા આયામ, પ્રચાર-પ્રસાર વિભાગ તેમજ શિક્ષણ વિભાગ આયામ અને કોલેજીયન આયામ પર વધુ ભાર મુકવાનું નકકી થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.