જુનાગઢ ખામ ધ્રોળ રોડ વિસ્તારમાં શ્વાને એક પાંચ વર્ષની બાળકીને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવતા જ પરિવારજનો દ્વારા મનપા ઊંઘમાં હોવાના અને કાંઈ ન કરતા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. તો બીજી બાજુ આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા આવા રખડતા ભટકતા અને વારંવાર બચકા ભરી લેતા શ્વાનને પકડી પાડવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

શહેરના કૂતરાઓ ‘બેફામ’ પ્રજા પરેશાન

જૂનાગઢના વોર્ડ નંબર 2 માં ખામધ્રોળ રોડ પરના હર્ષદ નગર નજીકના સિંધીપરામાં રહેતા ઇસ્માઈલભાઈ હુસેનભાઇ ઠેબાની પાંચ વર્ષની પૌત્રી ને ગઈકાલે એક શ્વાને બચકા ભરી લેતા આ બાળકીને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં બાળકીના દાદા ઈસ્માઈલભાઈ ઠેબા એ કોર્પોરેશન આવા રખડતા ભટકતા અને લોકોને પરેશાન કરતા શ્વાન સામે કંઈ કાર્યવાહી ન કરતા હોવાના કારણે તેની બાળકીને શ્વાને બચકા ભર્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ સાથે આ વિસ્તારની મહિલાઓ દ્વારા પણ આવા આંતકી સ્વાન દ્વારા વારંવાર બાળકો અને અન્ય વ્યક્તિઓને બચકા ભરાતા હોવાનું જણાવી આવા શ્વાનને મનપા દ્વારા તાત્કાલિક પકડી પાડવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.