ઐતિહાસિક શહેર પાટણ પંથક માંથી ધરતી ઢંક ઈતિહાસ ઉજાગર થયો
- પાટણ થી દસ કિલોમીટર દૂર વસાઈ ગામે એક મકાન નો પાયો
ખોદવાની કામગીરી દરમ્યાન એક પ્રતિમા મળી - મકાન માલિક વાઘેલા ખુમાનસિંહ ના પ્લોટ માંથી ભગવાન બુદ્ધ ની પાંચ ફૂટ ની પ્રતિમા નીકળી
ઐતિહાસિક શહેર પાટણ પંથકમાંથી ધરતી ઢંક ઈતિહાસ ઉજાગર થયો. પાટણ થી દસ કિલોમીટર દૂર વસાઈ ગામે એક મકાનનો પાયો ખોદવાની કામગીરી દરમ્યાન એક પ્રતિમા મળી. પાટણ ઐતિહાસિક શહેર પાટણ પંથક માંથી ધરતી ઢંક ઈતિહાસ ઉજાગર થઈ રહ્યો છે. અગાઉ પાટણ નજીકના વડલીમાં ઉત્ખનન હાથ ધરાતાં પ્રાચીન બાંધકામોના અવશેષો મળી આવ્યા હતા.
ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસાઈ ગામે શનિવારે ખુમાનસિંહ વાઘેલાને પોતાનું મકાન બનાવી રહ્યા છે.ત્યારે તેમના મકાનનું પાયાનું ખોદકામ ચાલુ રહી હતું. ત્યારે મકાનના પાયામાં ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમા નીકળતા ગ્રામ જાણો એકત્ર થયા હતા. અને મકાન ના પાયામાંથી મળેલી ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમાને પાયામાંથી બહાર કાઢવામાં આવી.