- સુરતના કાપોદ્રા વિસ્તારમાં બમ્બા ગેટ પાસે આગની ઘટના
- ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક થવાના કારણે લાગી આગ
- ઘટના બનતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડ પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો
- સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં
સુરતના સારોલી રોડ પર ભરત કેન્સર પાસે આવેલી કુબેરજી વર્લ્ડ માર્કેટમાં કાપડની વિવિધ દુકાનો આવેલી છે. જેમાં ગુરુવારે સાંજે આશરે 5 વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી. પાંચમા માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગી ગઈ હતી. જે બાદ ધુમાડો નીકળવા લાગ્યો હતો. કુબેરજી વર્લ્ડ માર્કેટના જે માળ પર આગ લાગી હતી, ત્યાં આઠથી દસ જેટલી દુકાનો આવેલી છે. જોતજોતામાં આગ ફેલાઈ હતી. જેને પગલે ફ્લોર સહિત માર્કેટમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 18 ગાડીઓ દોડી આવી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા સારોલી પોલીસ સ્ટેશનના જવાનોનો કફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડા ની વચ્ચે પાંચમા માળ સુધી પહોંચ્યા હતા અને તેની ઉપર આવેલા બે માળમાં રહેલા 100થી વધુ લોકોને દાદર થી નીચે ઉતાર્યા હતા. 8 થી 10 દુકાનના હોલમાં આગના પગલે પાવર કટ કરી નાખવામાં આવ્યો હતો. જેથી તમને અમને સહી સલામત દાદર થી નીચે ઉતારવામાં આવ્યા હતા.
કુબેરજી માર્કેટની પાછળથી હાઈડ્રોલિકની મદદથી ફાયરના જવાનો દ્વારા બારીમાંથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. દુકાનની અંદર બે બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આશરે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે કુલિંગની કામગીરી વધુ બે કલાક ચાલી હતી. સાથે જ આગને પગલે કાપડની દુકાનનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયરની ગાડીઓ સાથે સાથે એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી હતી.
સારોલી પીઆઈ સંદીપ વેકરીયાએ જણાવ્યું હતું કે, કુબેરજી વર્લ્ડ માર્કેટ ખાતે કોઈ કારણોસર પાંચમા માળે દુકાન નંબર ૫૦૪૪ દુકાન માલીક-વિજયભાઇ મુળુભાઇ વરુ ની સાડીની દુકાનમાં આગ લાગેલ હતી જેની જાણ થતા તાત્કાલિક સારોલી પો.સ્ટેના તમામ પોલીસ માણસો ઘટના સ્થળે પહોંચી ગજાય હતા. તે દરમ્યાન ફાયરબ્રિગેડના અધિકારી/કર્મચારી માણસો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ દ્વારા તાત્કાલીક કુબેરજી વર્લ્ડ માર્કેટની તમામ ફ્લોરની દુકાનો તકેદારીના ભાગ રૂપે બંધ કરાવી વેપારીઓને અને ત્યા કામ કરતા તમામ માણસોને સહી સલામત રીતે માર્કેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે માર્કેટની લિફ્ટ બંધ કરાવી તેમાં કોઈ માણસ ફસાયેલું નથી તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત માર્કેટમાં લાઈટ બંધ કરાવી બીજી કોઈ અન્ય દુર્ઘટના ન થાય તેની તકેદારી રાખવામા આવી હતી.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય