સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન કલાસીસમાં ફાયર એનઓસી ઝુંબેશ ચાલી હતી જોકે બાળકોના ટ્રાન્સપોર્ટશન મામલે કોઈ કદમો ઉઠાવાયા ના હોય તેવું લાગી રહ્યું છે કારણકે આજે હાઈવે પરથી જઈ રહેલી ખાનગી સ્કૂલની વેનમાં આગ લાગી હતી
મોરબી રાજકોટ હાઈવે પર અજંતા નજીક એક સ્કૂલ વેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોકે ડ્રાઈવરે સમયસુચકતા વાપરીને વેનમાં સવાર તમામ 10 બાળકોને સમયસર વાહનમાંથી નીચે ઉતારી લીધા હતા જેથી કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ વેનમાં લાગેલી આગને પગલે વાલીઓના જીવ પડીકે બંધાઈ રહ્યા છે તેમજ મોરબી પંથકની વાત કરીએ તો શાળાઓમાં અસંખ્ય વેનમાં હજારો બાળકો શાળાએ જતા હોય છે ત્યારે આવી દુર્ઘટના રોકવા તંત્ર ક્યારે કદમ ઉઠાવશે તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે ટ્યુશન કલાસીસ અને શાળાઓને ફાયર એનઓસીના રાગ આલાપતી સરકારના આરટીઓ વિભાગ દ્વારા વાહનોના ચેકિંગ કરવામાં આવશે કે કેમ તેવું પણ વાલીઓ પૂછી રહ્યા છે.