વહિવટી તંત્ર દ્રારા તંત્રની સજ્જતા માટે કરાઈ મોકડ્રીલ
રાજ્યમાં વિવિધ તબક્કે કોઈ મોટી હોનારત કે ખાના ખરાબી સર્જાય ત્યારે વહિવટી તંત્ર અને તેની વિવીધ એજન્સીઓ લોકોને હર હંમેશ લોકોની પખડે હાજર જ રહીને સુરક્ષ પ્રદાન કરતી હોય છે. પરતું શાંતિના સમયમાં પણ તેઓ સતત કાર્યરત તથા અભ્યાસ કરતા રહેતા હોય છે. આવા જ એક અભ્યાસના ભાગરૂપે રાજકોટ વહિવટી તંત્ર દ્વારા મોરબી રોડ પર આવેલા ગૌરીદડ ગામ પાસે એક કવાયત યોજવામા આવી હતી.
જેમાં વાડીનારથી નીકળીને છેક પાણીપત સુધી પહોંચતી ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના ગૌરીદળ સ્થિત ડેપોમાંથી પસાર થતી પાઈપલાઈન પાસેના અવાવરૂ વિસ્તારમાંથી શંકાશ્પદ સુટકેસ કળી આવી હતી. જે અંગે કંપનીને ગાર્ડ દ્વારા જાણ કરાઈ હતી. કંપનીના કંટોલરૂમ વડે પોલીસ અને જિલ્લા વહિવટી તંત્રના આપદા નિવારણ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ સમયે પોલીસ વિભાગના બોમ્બ સ્કવોર્ડને જાણ કરાતા ગણતરીની મિનીટોમાં પહોંચીને તેણે બોમ્બ ડિક્ટેક્ટ કરીને તેને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો હતો. આ જ સમયે ડોગ સ્કવોર્ડની ટીમને બીજો બોાંબ મળી આવ્યો હતો. જેને બોમ્બ સ્કવોર્ડની ટીમે ડીફ્યુઝ કરવાની કોશિષ કરે તે પહેલા જ બોમ્બ બ્લાસ્ટ થઈ જતા જવાન ધાયલ થયો હતો જેને રેડક્રોસની ટીમ દ્વારા તરત જ સલામત સ્થળે ખસેડીને સારવાર આપવામાં આવી હતી.
આ અરસામાં બે ફાયર સ્ટેશન તથા ગેસ લિકેજ ટીમને સંદેશ મળતા જ સમયસર પહોંચીને પોતાની સુઝબુઝ અને સમયસુચકતા વાપરીને આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ત્યાંથી જ પસાર થતી વિજ લાઈનમાં વિજ પુરવઠાને સ્થગીત કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે કદાચીત થતી જાનહાનીને અટકાવવામાં સફળતા મળી હતી. આ સમયે ગેસ પાઈપલાઈનમાં લાગેલી આગને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ચપળતા અને સતર્કતાથી તાત્કાલીકમાં બુજાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ પાઈપલાઈનમાં થયેલા લિકેજને પણ ગેસ લિકેજ ટીમે દ્વારા તાત્કાલિક અસરથી રીપેર કરી દેવામાં આવ્યું હતુ.
ગેસ પાઈપલાઈન હાઈવેની નજીકમાં જ હોવાથી મુસાફરી વખતે પસાર થનારી બસ આગથી બચવાના પ્રયાસના કારણે ડિવાઈડર સાથે અથડાઈ જતા તેમાં બેઠેલા મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ સમયે આવી પહોંચેલી એન.ડી.આર.એફની ટીમે બસમાં બેઠેલા ૨૦ જેટલા મુસાફરોને બચાવીને સમયસર સારવાર પુરી પાડી હતી. આમ, કોઈપણ જાનહાની વિના સલામત રીતે પરિસ્થિતીને પુર્વવત કરવામાં જિલ્લા વહિવટી તંત્રના આપદા વિભાગ તથા અન્ય એજન્સીઓને સફળતા મળી હતી.
આઈ.ઓ.સી, બીપીસીએલ, ગુજરાત ગેસ લીમીટેડ, જી.એસ.પી.સી, મેડીકલ, રેડક્રોસ, સ્પેશયલ પ્રોટેક્શન ગુપ (પોલિસ) ટ્રાફિક, એન.ડી.આર.એફ, ફાયરબ્રીગેડ જેવી ૨૮ થી વધુ વિવિધ એજન્સીઓના અંદાજિત ૩૦૦ થી વધુ લોકોએ આ મોકડ્રિલમાં ભાગ લીધો હતો. અંદાજિત ૯૦ મિનીટ ચાલેલી આ મોકડ્રીલમાં કુલ ૨૫ થી વધુ લોકોની મહામુલી માનવ જિંદગી બચાવવાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.