રાજકોટ શહેરના રેસકોર્સ રોડ પર આવેલા આયકર વિભાગના ચોથા મારે સવારે અચાનક તા ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો માળો ચલાવી એકાદ કલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના કારણે આ આયકર ભવનમાં કેટલાક મહત્વના દસ્તાવેજો એસી વાયરીંગ કમ્પ્યુટર અને ફર્નિચર સળગી જતા મોટું નુકસાન થયાનું અંદાજ છે શહેરમાં છેલ્લા ચાર દિવસમાં ચાર સ્થળે આગની ઘટના પ્રકાશમાં આવી છે.

આગના કારણે મહત્વના દસ્તાવેજ, કોમ્પ્યુટર, એસી,વાયરીંગ અને ફર્નિચર સળગી ગયા: ફાયર બ્રિગેડએ પાણીનો મારો ચલાવી એકાદ કલાકમાં આગ બુઝાવી

પહેલા.શ્રમજીવી સોસાયટીમાં બંધ મકાનમાં ત્યારબાદ મનોહર પ્લોટમાં આવેલા એથેડોક્રેમ કારખાનામાં તથા ગઈકાલ જાનવી નામના હાર્ડવેરનાં કારખાનામાં આગ લાગી હતી ત્યારે આજે રેસકોર્ષ રોડ પર આવેલી આયકર વિભાગનાં રૂમ નંબર 408 માં આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે.આયકર વિભાગની સ્ટાફે આગ બુઝાવવા એફસ્ટીન્યુંગઝરનો ઉપયોગ કર્યો હતો પરંતુ આગ વધુ વિકરાળ નાં થાય તેથી ફાયર સ્ટેશનને જાણ કરાઇ હતી. આગની ઘટનાની જાણ થતાં ફાયર સ્ટેશનથી એક ફાયર ફાયટરની ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી .જો કે સદભાગ્યે જાનહાનિ ટળી છે.

વધુ વિગત મુજબ રેસકોર્ષ રોડ પર આવેલી આયકર વિભાગમાં ચોથા માળે ફરજ બજાવતા વી.એમ.ડાંગર ની ઓફિસ નંબર 408 માં સવારે 10.30 વાગે આગ લાગવાની ભભૂકી ઉઠી હતી.આયકર વિભાગની સ્ટાફે ચાર નંગ એફ્ટીગ્યુઝરનો ઉપયોગ કરી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.આગ વધુ ન ફાટે તેથી તાત્કાલિક ફાયર સ્ટેશનને જાણ કરાઇ હતી. આગની ઘટનાની ફાયર સ્ટેશનને જાણ કરતાાચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા, ફાયર ઓફિસર લક્ષમણ ભાઈ મઠિયાં અને ધિરેન્દ્રસિંહ જાડેજા,જયસુખભાઇ,ગજરજભાઈ સહિતનો સ્ટાફ ફાયર ફાઈટર્સની એક ગાડી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી. આગના કારણે કેટલાક મહત્વના દસ્તાવેજો સહિતના કમ્યુટર,એસી,રેકર્ડ ફાઈલો અને ફર્નિચર જેવા માલ સમાન બળીને ખાક થઈ જતાં મોટું નુકસાન થયાનો અંદાજ છે .આગના કારણે કોઈ જાનહાનિ નથી. જ્યારે આગ ક્યાં કારણસર લાગી તે જાણવા મળ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.