• શંકર ટેકરી વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં વહેલી સવારે આગની ઘટનાથી ભારે દોડધામ
  • આગમાં ડ્રાયફ્રુટની ચીજ વસ્તુ, ફૂટવેરનો સામાન, બ્રાસનો માલ વગેરે બળીને ખાખ
  • ફાયર બ્રિગેડની ટુકડીએ બે કલાકની જહેમત બાદ આગને બુઝાવીIMG 20240624 WA0068

જામનગર ન્યૂઝ : જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં રાખવામાં આવેલા જુદા જુદા સામાનને આગના કારણે ભારે નુકસાની થઈ છે. જેમાં ડ્રાયફ્રુટનો માલ સામાન, ફૂટવેર- સેનેટરીવેર બ્રાસનો સામાન વગેરે બળીને ખાખ થયા છે. ફાયરવિભાગની ટુકડીએ જહેમત લઈ આગને બુઝાવી હતી.IMG 20240624 WA0066

આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલી જય ગુજરાત ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમા વહેલી સવારે આગ લાગી હતી, અને ગોદામમાં રાખવામાં આવેલા ફૂટવેરના માલ સામાન ઉપરાંત ડ્રાયફ્રુટ મોટો જથ્થો, બ્રાસનો સામાન, સેનેટરીવેર્સનો સામાન વગેરે સળગી ઊઠ્યા હતા.IMG 20240624 WA0062

આગના બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર ઓફિસર કે.કે. બિશ્નોય જાતે બનાવના સ્થળે પહોંચી ગયા હતા. અને જુદા જુદા ત્રણ પાણીના ટેન્કરો વડે બે કલાકની જહેમત લીધી હતી. આગમાં ડ્રાયફ્રુટનો મોટો જથ્થો, બ્રાસનો માલ સામાન, તેમજ ફૂટવેર સહિતનો માલ સામાન સળગી ઊઠ્યો હોવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે.IMG 20240624 WA0064

ઘટનાના આગળના દિવસે રવિવાર રજાનો દિવસ હોવાથી દિલ્હીથી ટ્રક મારફતે ઉપરોક્ત તમામ સામાન આયાત થયો હતો, અને તેના પાર્સલ ઉતારવામાં આવ્યા હતા. જેની આજે સવારે સોમવારે ડીલેવરી કરવામાં આવે તે પહેલાં  અંદરના ભાગે આગ લાગી હતી, અને સીસીટીવી કેમેરા કે જેનું હાર્ડડિસ્ક વગેરે પણ સળગી ઊઠ્યા હતા. જેથી તેના ફૂટેજ મેળવવા પણ મુશ્કેલ બન્યા છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.