મોરબીની સુપર ટોકીઝ પાસે આવેલા ભંગારના ડેલામાં અચાનક આગ લાગી હતી. આગે થોડી જ વારમાં ભીષણરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થેળ પર પહોચીને આગને કાબૂમાં મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.
મોરબીમાં સ્ટેશન રોડ પર આવેલી સુપર ટોકીઝની બાજુમાં આવેલા ભંગારના ડેલામાં આજે બપોરે અચાનક આગ લાગી હતી. આગે જોત જોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જયારે બનાવ ની જાણ થતા મોરબી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગ પાર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધાર્યાં હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ભંગારના ડેલામાં આગની ઝપટમાં લાખોનો મુદ્દામાલ ખાખ થઇ જવાની શક્યતા સેવાઈ રહી છે.