મહીસાગર જિલ્લામાં ગઈકાલ રાત્રે હોન્ડાના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. એકાએક શોરૂમમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને જાનહાની નહિ પરંતુ શોરૂમના માલિકને મોટું નુકસાન થયું હતું. જોત જોતામાં આખો શો-રૂમ બળીને ખાખ થયો હતો. ત્યારે આગના બનાવની જાણ થતાં લોક ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મહીસાગર જિલ્લાના સંતરામપુરની છે જ્યાં ગઈકાલે કોલેજ રોડ પરના ગાંધી હોન્ડાના શોરૂમમાં અગમ્ય કારણોસર લાગવાની ઘટના બની હતી. શોરૂમમાં આગ લાગતા સો જેટલા બાઈકો બળીને ખાખ થયા હતા. શોરૂમ એકાએક આગની ચપેટમાં આવતા સ્થાનિકો દ્વારા આગ બુજાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા લુણાવાલા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાબડતોડ આગ બુજાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોન્ડાના શોરૂમમાં અચાનક આગ કયા કારણોસર લાગી આ બનાવમાં માલિકને કેટલું નુકસાન થયું તેનું હજુ કોઈ કારણ બહાર આવ્યું નથી પરંતુ શો રૂમના માલિકના જણાવ્યા પ્રમાણે 100 જેટલી બાઇક બળીને ખાખ થઇ હતી ત્યારે અંદાજે એક થી દોઢ કરોડના નુકસાન થયું હોવાની આશંકા છે.