સુરતના મોટા વરાછા વિસ્તારમાં મોંઘીદાટ BMW કારમાં આગ લાગી હતી. અચાનક કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. જોત જોતામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી ત્યારે આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને કાર પર પાણી નો મારો ચલાવી આગ બુઝાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારની છે જ્યાં ગઈ કાલે મોડી રાત્રે અનમોલ રો હાઉસ પાસે લક્ઝુરિયસ BMW કારમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં BMW (GJ-05-JR-4939) કારના ચાલક કારમાં બોનેટમાંથી ધુમાડો નીકળતા રોડ વચ્ચે જ કાર ઊભી રાખી દીધી હતી. વીડીયોમાં જોઈ શકાય છે કે કાર રોડ વચ્ચે ઉભી છે અને સળગી રહી છે ત્યારબાદ ફાયર ફાયટરે ઘટના સ્થળે પહોંચીને કાર પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
રસ્તા વચ્ચે કારમાં આગ ફાટી નીકળતા ડ્રાઇવર બહાર નીકળી જતા બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે બીએમડબ્લ્યુ કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. હાલ કારની આગમાં કોઈ જાનહાની થવા પામી નથી.