અડાજણ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઈલેક્ટ્રોનિક્સના શોરૂમના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને આગના કારણે સેકન્ડ ફ્લોર પર આવેલી હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ ફસાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અને આગ પર કાબુ મેળવવાની સાથે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અડાજણ વિસ્તારમાં આવેલા ઈલેક્ટ્રોનિક્સના શો રૂમના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આગનો ધુમાડો ફરી વળ્યો હતો. ત્યારબાદ સેકન્ડ ફ્લોર પર આવેલી આઈ ક્યૂ હોસ્પિટલમાં ધુમાડો ફેલાવવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ આગ કાબુમાં આવી ગઈ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,