મહિલા ટીવી ચાલુ રાખી સૂઈ જતા સર્જાઈ ઘટના
ચોટીલાના આણંદપૂર ગામે અજુગતી ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં મોડીરાતે ટીવી ચાલુ રાખી સૂઈ જતા અચાનક ટીવીમાં ભડાકો થતા થોડી જ ક્ષણોમાં આગ ગાદલા ગોદડામાં લાગી જતા બે પરિણીતા અને બે બાળકો દાઝી જતા ત્રણને ચોટીલા અને એક મહિલાને વધુ સારવાર માટે અત્રે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા તાલુકાના આણંદપૂરમાં રહેતા રતનબેન અશોકભાઈ વાઘેલા નામના ૨૫ વર્ષની પરિણીતા ગત રાતે ટીવી જોતા જોતા સૂઈ જતા મોડીરાતે બે વાગ્યાની આસપાસ અચાનક ટીવીમાં ભડાકો થતા આગ લાગતા થોડીવારમાં જ આગ ગાદલા ગોદળામાં પ્રસરી ગઈ હતી રાતે સુતેલા વાઘેલા પરિવાર પર કાંઈ સમજે તે પહેલા જ આગ વધુ પ્રસરતા રતનબેનની જેઠાણી મધુબેન અમરશીભાઈ વાઘેલા ઉ.૨૭ અને રતનબેનના બે બાળકો બંસી અને સુમિત પણ આગની ઝપટમાં આવી ગયા હતા ઘટનાના પગલે રતનબેન વાઘેલા તથા તેમના બાળકો બંસી અને લુમીનને સારવાર અર્થે ચોટીલા ખસેડવામાં આવ્યા હતા. જયારે મધુબેન વાઘેલા વધુ દાઝી જતા તેમને રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ રતનબેન રાતે ટીવી જોતા દરમિયાન આંખ લાગી જતા ટીવી ચાલુ રહી જતા અચાનક ટીવીમાં ભડાકો થયો હતો. ધડાકાભેર ટીવી ફાટતા તેમાંથી આગ પ્રસરતા નીચે ગાદલા પર સુતેલા પરિવારના ચાર સભ્યોને દાઝી ગયા હતા. બનાવને પગલે આગ લાગતા વાઘેલા પરિવારના સભ્યો સમયસર ઉઠી જતા જાન હાની ટળી હતી ઘટનાને પગલે રતનબેન વાઘેલા અને તેના બાળકો બંસી અને સુમિતને સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે તેમની જેઠાણી મધુબેન અમરશીભાઈ વાઘેલા વધુ દાઝીજતા રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.