લાઠી તાલુકાના આંસોદરમાં એક રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઘર વખરી ખાક થઇ ગઇ હતી. આસોદર ગામના  વિનુભાઈ ગોવિંદભાઈ ચૌહાણ ના મકાન મા આગ શોર્ટસર્કિટ કારણે લાગી મકાન સહિત સંપૂર્ણ ઘર વકરી ખાખ થઈ ગઇ ખાદ્ય દ્રવ્ય અનાજ રોકડ રકમ રાસરસીલું સંપૂર્ણ નાશ પામતા અંદાજીત અઢી લાખ થી વધુ ની નુકશાની થવા થી ગરીબ પરિવાર ઉપર આભ તૂટ્યું હોય તેવી સ્થિતિ.

IMG 20210402 172112
અતિ ગરીબ  શ્રમિક પરિવાર નું ઘર સંપૂર્ણ નષ્ટ થતા ભારે અરેરાટી સાથે લાચાર સ્થિતિ માં મુકાયેલ શ્રમિક પરિવાર નો આશરો શોર્ટસર્કિટ થી નાશ પામતા રેવન્યુ તલાટી એ પંચરોજ કામ કરી નુકશાની નો અંદાજ કાઢી  કેટલી નુકશાની છે તે અંગે ક્યાસ મેળવી રહ્યા છે  આગ ની ઘટના શોર્ટસર્કિટ થી બની હોવા થી લાઠી પી જી વી સી એલ ડિવિઝન અધિકારી મારફતે પણ સ્થળ  તપાસ કરાય છે.

આ લાચાર પરિવાર ને ન્યાય મળશે ? આ પરિવાર ને કેશડોલ્સ અને ફસ્ટ પ્રાયોરિટી થી આવાસ યોજના નો લાભ મળશે ? ગરીબ શ્રમિક પરિવાર ના રહેણાંક મકાન કાટમાળ સહિત આશરો નાશ પામતા સ્થાનિક રહીશો બચીકૂંચી વસ્તુ બહાર કાઢવા મદદ આવ્યા હતા પણ કોઈ વસ્તુ બચી ન હતી પહેરેલા કપડાં સિવાય આ પરિવાર પાસે કંઈ નથી સરકાર સંવેદના દર્શાવી મદદ કરે તેવી સ્થાનિક કક્ષા એ ગ્રામજનો ઇચ્છી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.