બંગડી બનાવવાના પ્લાસ્ટીકનો ભંગાર સળગીને ખાખ: ત્રણ ફાયર ફાયટરે પાણીનો મારો ચલાવવાનો આગ બુઝાવી

 

અબતક,રાજકોટ

શહેરના ઉપલાકાંઠે આવેલા આરટીઓ પાસે પ્લાસ્ટીકના ગોડાઉનમાં ઇલેકટ્રીક શોક સર્કીટના કારણે આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ત્રણ ફાયર ફાયટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી છે.

આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ આરટીઓ પાસે આવેલા મનહરનગર શેરી નંબર 1માં નિખીલભાઇ પ્રફુલભાઇ સેતા પ્લાસ્ટીની બંગડી બનાવવાના વેસ્ટ રાખવાના ગોડાઉનમાં ઇલેકટ્રીક શોક લાગતા આગ ભભૂકી હતી. આગના કારણે અંદાજે બે લાખનું નુકસાન થયાનું જાણવા મળે છે. આગ થોડી જ વારમાં વિકારળ સ્વરૂપ ધારણ કરી આજુ બાજુ મકાન દુકાનમાં આગ પસરી ગઇ છે.

પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ ભભૂકયાની જીતેન્દ્રભાઇ નામની વ્યક્તિએ ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કરતા કોઠારિયા, મુખ્ય સ્ટેશન, મવડી ફાયર અને મોરબી રોડ પરના ફાયર ફાયટર ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.