કોરોના મહામારીને નથવા માટે મહારાષ્ટ્રમાં ગુરુવારે રાતે 8 વાગ્યેથી લોકડાઉન લગાવામાં આવ્યું. એટલામાં શુક્રવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વિરારની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 13 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. સમાચાર એજન્સી PTIએ પોલીસ પાસેથી આ મામલાની માહિતી મેળવતા ખબર પડી કે વિરારની આ વિજય વલ્લભ કોવિડ કેર હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના થવાના કારણે આગ લાગી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘સવારે 3 વાગ્યે હોસ્પિટલના ICU વિભાગમાં આગ લાગી હતી. હાલમાં, ઘણા દર્દીઓને હોસ્પિટલમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાં 16 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. હાલ પોલીસકર્મીઓ અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા અને બીજા અન્ય લોકોને બચાવાની કામગીરી ચાલુ છે.’ ડિઝાસ્ટર કન્ટ્રોલ સેલના વડા વિવેકાનંદ કદમે PTIને જણાવ્યું હતું કે, ‘ICUના AC યુનિટમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી.’
આ ઘટનાના 2 દિવસ પેલા, મહારાષ્ટ્રના નાસિકમાં એક હોસ્પિટલમાં સ્ટોરેજ પ્લાન્ટમાંથી લિકેજ થયા પછી ઓક્સિજન સપ્લાય બંધ થઈ ગઈ હતી. તે સમયે હોસ્પિટલમાં અંદાજિત 150 દર્દીઓ હતા, તેમાંથી 22 દર્દીઓના મોત થયા હતા. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું હતું કે, ‘આ ઓક્સિજન સપ્લાય બંધ બાબતે સાત સભ્યોની સમિતિ પુરા મામલાની તાપસ કરશે. આ સમિતિના અધ્યક્ષ નાસિકના વિભાગીય કમિશનર રાધાકૃષ્ણ ગમય હશે.’ મંત્રીએ કહ્યું કે, ‘જો આ મૃત્યુ માટે કોઈ જવાબદાર છે, તો તેમને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે.’