ચણાનો મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ: લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવાયા
રાણપુર ગિરનારી આશ્રમની બાજુમાં આવેલી સરકારી પુરવઠાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. જોકે મોડી રાત્રિ સુધી આગ પર કાબુ આવ્યો ન હતો. ગોડાઉનમાં રહેલા ખાલી બારદાન અને ચણાના મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાક થઇ ગયો હતો જયારે લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. રાણપુર સરકારી ગોડાઉન આગ લાગી હોવાની જાણ રાણપુર તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઇ સોલંકીને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અંગેની જાણ ફાયરબ્રિગેડને અને બોટાદ પુરવઠા અધિકારીઓને જાણ કરતાં મોટા પુરવઠા અધિકારીએ તાબડતોબ દોડી આવ્યા હતા પરંતુ ગોડાઉનને ચાવી ભૂલી જતા તેઓને ઘોર બેદરકારી સામે આવી હતી. આગમાં ગોડાઉનમાં રહેલા ખાલી બારદાન બળીને ખાખ થઇ ગયા હતા તથા ચણાનો મોટો જથ્થો પણ બળીને ખાખ થઈ ગયો હતો આ ચણાનો જથ્થો કોનો?
બોટાદ, ધંધુકા અને લિંબડીથી ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓને બોલવવામાં આવી છે તેમ છતાં હજુ સુધી આગ પર કાબુ મેળવ્યો નથી બપોરના બાર વાગ્યાની લાગેલી આગ રાતના નવ વાગ્યા સુધી હજી પણ આગ ચાલુ હોવાથી રાણપુર ગામમાંથી સ્થાનિક ટેન્કર મંગાવીએ આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરાયા હાલ પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી. ગાંધીનગરના નિગમના અધિકારીઓ વિજિલન્સ ના અધિકારીઓ વીમા કંપનીના અધિકારીઓ તેમજ બોટાદના અધિકારીઓનો મસમોટો કાફલો આવી પહોંચ્યો હતો હાલ આ પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી જયારે લાંબી કસરત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.