છેલ્લા બે દિવસમાં 50 કરતા વધુના મોત છતા લોકો ઘરમા બેસવાનું નામ નથી લેતા 

ઉપલેટા શહેરમાં આવેલ હિન્દુ સ્મશાન ભૂમીની ઈલે. ડીઝલ ભઠ્ઠીમાં આગ ભભૂકી ઉઠતા ભઠ્ઠી આખી બળીને ખાખ થઈ ગઈ હતી મૃતકના મોતનો મલાજો જળવાય તે માટે તાત્કાલીક ધોરણે સ્મશાનમાં બાટલા અને લાકડાની વ્યવસ્થા પાલીકા પ્રમુખ દ્વારા કરવામાંઆવી છે.

શહેરમાં છેલ્લા 15 દિવસ થયા કોરોનાના મોતથી દરરોજ સ્વજનોના હૈયાતો બળેજ છે. તેમ છેલ્લા બે દિવસમાં 50 કરતા વધુ લોકોના મોત થતા સ્મશાનમાં આવેલ ઈલે ભઠ્ઠી પણ ગઈકાલે રાતે સળગી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી.

આગને ઓલવવા ફાયર ફાઈટરના બંબા વે આગ ઓલવવામાં આવે ત્યા સુધીમાં તો ભઠ્ઠી સંપૂર્ણ પણે આગમાં ખાખ થઈ ગઈ હતી. કોરોના કાળને કારણે શહેરમાં ટપો ટપો લોકો મોત થઈ રહ્યા

છે. ત્યારે શાસ્ત્રોકિત વિધી તો દૂરની વાત રહી પણ સવારે તો મૃતકને અગ્નિસંસ્કાર કરવા માટે મૃત માણસને જીવવા માટે જેમ ઓકિસજનની રાહ જોવી પડે છે. છતા લોકો ઘરમાં બેસવાનું નામ લેતા નથી

પાલિકા પ્રમુખ દ્વારા તાત્કાલીક ધોરણે વ્યવસ્થા કરાઈ

ગતરાત્રે સ્મશાનમાં ઈલે. ભઠ્ઠી સળગી ઉઠતા મોતનો મલાજો જળવાઈ રહે તે માટે રાતોરાત સ્મશાનમાં લાકડાની વ્યવસ્થા પાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવા દોડી આવી કરી હતી.

પાલિકા પ્રમુખ મયુરભાઈ સુવાએ આજે સવારે તાત્કાલીક ધોરણે સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે ખાટલાની વ્યવસ્થા કરી હતી આ તકે નગરજનોને પણ અપીલ કરી છે કે આપણા ખેતરમાં કે અન્ય જગ્યાએ કયાંય સુકેલા લાકડા પડયા હોય તાત્કાલીક ધોરણે હિન્દુ સ્મશાન ભૂમીએ પહોચતા કરવા અથવા નગરપાલીકા કચેરીએ જાણ કરવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.