‘હમે બચા લો, હમે બચા લો…’ની ચીસોથી ગુંજી ઉઠ્યો હાઇવે
ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં કારની અંદરના પાંચ લોકો ભડથું થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે સામેથી આવી રહેલા ક્ધટેનરની સાથે જોરદાર ટક્કર બાગ કાર ભડભડ સળગી ઉઠી હતી. કારમાં સવાર લોકો લખનૌના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત અનુસાર લખનઉ નંબરની કાર ઞઙ-૩૨-ઊંઠ-૬૭૮૮માં સવાર થઈને પાંચ લોકો દિલ્હી જઈ રહ્યા હતા. કાર આગ્રાના ખાંડૌલી વિસ્તારમાં આવેલા યમુના એક્સપ્રેસ વે પર પહોંચી હતી. ત્યારે સામેની દિશાથી આવતા એક ક્ધટેનરે કારને ટક્કર મારી હતી.
ટક્કર એટલી ઝડપી હતી કે કોઈને બહાર નીકળવાનો મોકો જ ના મળ્યો. જોરદાર ટક્કર સાથે કારમાં આગ લાગી ગઈ અને કારની અંદર બેઠેલા તમામ લોકો જીવતા સળગી ગયા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ આવી ગઈ પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું. કારમાં સવાર તમામ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી. બીજી તરફ આગ એટલી ભયાનક હતી કે, કોઈની કારની નજીક જવાની હિંમત નહોતી થઈ. લોકોનું કહેવું છે કે પોલીસ અને ફાયર બ્રિગેડ પણ મોડેથી આવી હતી. લોકોએ કારની અંદરથી મદદ માટે ચીસો પાડી પણ મદદ મળી નહીં. સળગતી કારમાંથી હમે બચા લો, હમે બચા લોની ચીસોથી યમુના એક્સપ્રેસ ગુંજી ઉઠ્યો હતો.