દેશભરમાં ફાયર સેફટી મુદ્દે ક્યાંય ચોક્કસાઈ રખાતી જ ન હોય તેવી હકીકત હવે ઓજલ રહી નથી. આડેધડ બાંધકામ અને ફાયર એનઓસીની પરવાહ કરવાનું દુષણ સમગ્ર દેશમાં વાયરસની જેમ પહોંચી ગયું છે. તેમાં પણ કોરોનાકાળમાં કોવિડ હોસ્પિટલોની ઉભી થયેલી ભ્રમજાળમાં જાહેર સલામતી કે અગ્નીશમન વ્યવસ્થશની કોઈ દરકાર રાખવામાં આવતી નથી.
મુંબઈમાં મોલમાં ઉભી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આગના લબકારા નીકળતા તંત્રને દોડધામની ફરજ પડી હતી અને 10ના ભોગ લેવાયા હતા. મુંબઈના ભનદુક વિસ્તારમાં ડ્રિમ મોલના પહેલા માળે ચાલુ કરવામાં આવેલ સનરાઈઝ કોવિડ હોસ્પિટલમાં મધરાત્રે આગ લાગી હતી. 76 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે લાગેલી આગમાં તાત્કાલીક ધોરણે 33 દર્દીઓને નજીકની ફોર્ટીસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આપેલી પ્રાથમિક માહિતીમાં હોસ્પિટલમાં ત્રીજા-ચોથા ક્રમને અગ્નિશમન વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. મોલમાં ઉભી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે 76 દર્દીઓ દાખલ હતા. આ આગમાં બે દર્દીઓના ભાગ લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.