પુણેમાં સર્જાયેલી આગ હોનારતમાં 15 મહિલા સહિત 18 શ્રમજીવીઓના મૃત્યુ નિપજ્યાની ઘટનામાં સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે.
સોમવારે વહેલી સવારે પુણેની પ્રિન્ગઘટ જીઆઇડીસીમાં આવેલ કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કરૂણાંતિકા સર્જાઇ હતી. એક્વા ટેકનોલોજી પ્લાન્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબી જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ કેમિકલ ફેક્ટરીના જ્વલંતશીલ પર્દાથો સગળી ઉઠતા તમામ પ્રયાસો નાકામ નિવડ્યા હતાં.
ગુજરાતમાં પેટ્રો કેમિકલ, રિફાઈનરી ક્ષેત્રના વિકાસ માટે 24000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આઈઓસી
કેમિકલ ફેક્ટરીની આગના ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશનમાં બહાર કાઢવામાં આવેલા મૃતદેહોને સસુન જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતાં. મોટાભાગના લોકો સુલસી તાલુકાના હોવાના જાણવા મળ્યું છે. નાયબ મુખ્યમંત્રી અને જીલ્લા પ્રભારીમંત્રી અજીત પવારએ મૃતકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરી છે. બનાવનો ભોગ બનેલ કારખાનામાં 37 લોકો કામ કરતા હતાં. જેમાં હોમગાર્ડ ભાવ અખાડેએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેની ભાભી મંગલ મારગલે 25નો 18 મૃતકોમાં સમાવેશ થાય છે. તે બે મહિના પહેલા જ કામે લાગી હતી. કોરોના લોકડાઉનમાં રસોઇ કામ બંધ થતા તે બાળકોના ભરણ પોષણ માટે કેમિકલ ફેક્ટરીમાં કામે લાગી હતી.
વહેલી સવારે લાગેલી આગ ઓલવવા માટે 50 ફાયર બ્રિગેડને કામે લગાડવામાં આવ્યા હતાં. એસવીએસ એક્વા ટેકનોલોજી મેન્યુફેચરમાં હવા, પાણી અને જમીન શુધ્ધિકરણના કેમિકલ બનાવવામાં આવે છે. જિલ્લા કલેક્ટર રાજેશ દેશમુખે તપાસ સમિતિની રચનાના આદેશો આપ્યા છે. પુનાના એસ.પી. અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે અત્યારે આકસ્મીક મૃત્યુની નોંધ સાથે કેસ ફાઇલ કર્યો છે. કંપનીના અધિકારીઓને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવ્યું છે. કંપનીના નિકાસ નિર્દેશક સાગર શાહે જણાવ્યું હતું કે નુકશાન અંગે હજુ કંઇ કહી ન શકાય.