ટ્રાફિક અવેરનેશ આવી પરંતુ દંડની રકમ વધવાના કારણે આંક ઉચો ગયો: આઇ-વે પ્રોજેકટ હેઠળ ઇ-મેમો દ્વારા વાહન ચાલકો દંડાયા
શહેરમાં માથાના દુ:ખાવા સમાન બનેલી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે આઇ-વે પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવીની મદદથી વાહન ચાલકોને ઇ-મેમો મોકલી છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૦ કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યાની પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.
આધૂનિક યુગની સાથે કદમ મિલાલવવા પોલીસ તંત્રમાં પણ આધૂનિકતા લાવવા માટે રાજય સરકાર દ્વારા રાજકોટમાં ગત તા.૨૨-૯-૧૭ના રોજ આઇ-વે પ્રોજેકટ અંતર્ગત જાહેર માર્ગો પર મહત્વના ચોક અને માર્ગ મળી કુલ ૨૨૧ લોકેશ ઉપર કુલ ૯૬૩ આધૂનિક કેમેરા જેમાં પીટીઝેડ ૨૧૨ કેમેરા, ૫૮૭ ફિકસ કેમેરા, ૧૧૦ એનપીઆર કેમેરા, ૩૫ આરએલ વીડી કેમેરા,૬૩૬૦ ડ્રોન કેમેરા અને ૧૩ મોડલ કેમેરાની મદદથી આઇ-વે પ્રોજેકટની મદદથી પોલીસને ઘરફોડ ચોરી, મારામારી સહિતના ગુનાનો ભેદ ઉકેલવા તેમજ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં મહત્વનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આઇ-વે પ્રોજેકટના મુખ્ય ચાર રસ્તા પર લગાવવામાં આવેલા કેમેરાની મદદથી ટ્રાફિક નિયમનનો ભંગ કરનારની તસવીર કેદ કરી નવાહન ચાલકને ઇ-મેમો મોકલી દંડ છેલ્લા ત્રણ વર્ષમાં રૂા.૧૦૦ કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.
વાહન ચાલકોએ વાહન ચલાવતી સમયે ટ્રાફિક નિયમનનું પાલન કરવાથી વાહન ચાલકો અને અન્ય લોકો સુરક્ષિત રહે છે અને ટ્રાફિક સમસ્યા હલ થઇ શકે છે. આથી ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અપીલ કરી છે. આઇ-વે પ્રોજેકટના કારણે વાહન ચાલકોને ઇ-મેમો મળવાનું શરૂ થયા બાદ ટ્રાફિક વ્યવસ્થામાં ઘણો સુધારો થયો છે. વાહન ચાલકોમાં ટ્રાફિક અવનેશ આવી હોવાથી કેસ ઓછા થયા છે પરંતુ દંડની જોવગાય વધુ હોવાથી ત્રણ વર્ષમાં રૂા.૧૦૦ કરોડનો આંકને પાર કરાયો હોવાનું જણાવ્યું છે.