બંને પક્ષે મળી છ શખ્સો સામે નોંધાતો ગુનો

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબી જીલ્લાના માળીયા.મી તાલુકાના ઘાંટીલા ગામમાં બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં જયંતીભાઈ સોમાભાઈ ઉપાસરીયા નામનાં યુવકની ભાભીનો મનીષભાઈ મનસુખભાઈ ધોરકડીયા નામનો શખ્સ પીછો કરતો હોય તેવી શંકાનાં આધારે બન્ને જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. જે સમગ્ર મામલે માળીયા મી. પોલિસ સ્ટેશનમાં સામસામી ફરીયાદ નોંધાઈ છે. તેમજ પોલીસે બંને ફરિયાદો નોંધી બનાવને લઈ તપાસ આરંભી છે.

મળતી માહિતી મુજબ,   જુના ઘાટીલામાં રહેતા જયંતીભાઈ સોમાભાઈ ઉપાસરીયાને તેના ભાભીની છોકરીનો મનીષભાઈ મનસુખભાઈ ધોરકડીયા નામનો આરોપી પીછો કરતો હોવાની શંકા હોય જેથી ફરીયાદીએ આ બાબતે આરોપીને સમજાવવા જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આરોપી મનીષભાઈ મનસુખભાઈ ધોરકડીયા, શંકરભાઇ બીજલભાઈ શાકરીયા અને રમેશભાઈ વિડજીભાઈ ધોરકડીયા એમ ત્રણેય આરોપીઓ ફરીયાદી તેમજ તેમના સાથે રહેલ શખ્સોને લાકડી-ધોકા વડે ઢોર માર માર્યો હતો. તેમજ ફરીયાદી, કાંતીભાઈ તથા અશોકભાઈ પર આરોપીઓએ પથ્થર વડે હુમલો પણ કર્યો હતો. જે અંગે માળીયા મી. પોલિસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

સામાપક્ષે નોંધાવેલ ફરિયાદ અનુસાર,  સનુરા પ્લોટ વિસ્તારમાં રહેતો મનીષભાઇ મનસુખભાઇ ધોરકડીયા નામના યુવક પર મનીષભાઇ મનસુખભાઇ ધોરકડીયા નામના શખ્સે ભાભીની છોકરીનો પીછો કરતો હોવાની  શંકાનાં આધારે જયંતીભાઇ સોમાભાઇ ઉપાસરીયા, અશોકભાઇ સોમાભાઇ ઉપાસરીયા  તથા કાંતીભાઇ બચુભાઇ ઉપાસરીયાએ મનીષભાઇ મનસુખભાઇ ધોરકડીયા સહિત શંકરભાઇ બીજલભાઈ શાકરીયા અને રમેશભાઈ વિડજીભાઈ ધોરકડીયાને ભુંડા બોલી ગાળો આપી લાકડી વડે હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે માળીયા મી. પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. ત્યારે માળીયા મી. પોલિસે બંને પક્ષોની ફરીયાદ નોંધી સમગ્ર મામલે તપાસ આરંભી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.