માઁ વૈષ્ણોદેવી કે જેમના દર્શન માત્રનું આગવું મહત્વ છે. જમ્મુના પહાડોમાં આવેલા માતાના મંદિર સુધી પહોંચવા દર્શનાર્થીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. આ મંદિરમાં જ ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રાથમિક તારણ અનુસાર શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી પરંતુ રોકડ રકમ-મિલકતને નુકસાની સર્જસી હોવાનું સામે આવ્યું છે.
શોટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં આવેલા કાલિકા ભવનના કેશ કાઉન્ટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી તેમાં કાઉન્ટરમાં કામ કરી રહેલા બે કર્મચારીઓને નજીવી ઈજા પહોંચી છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનીની કોઈ ખબર નથી. જે સ્થળે આગ લાગી હતી તે સ્થળે કુદરતી ગુફાથી ૧૦૦ મીટર દૂર છે.
આગ લાગતા પહાડો પર ખૂબ દૂરથી આગની ઊંચી જ્વાળાઓ જોવા મળી હતી.આગ લાગવાને કારણે ધુમાડાના ગોટેગોટે ઊંચે ચડ્યાં હતા. પહાડો પર ખૂબ દૂરથી આગની ઊંચી જ્વાળાઓ જોઈ શકાતી હતી.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. ખબર મળતાં ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ ઓલવવાનું શરુ કર્યું હતું અને થોડી વારમાં તેમને સફળતા મળી હતી. શ્રાઈન બોર્ડના સીઈઓએ જણાવ્યું કે આગ પર લગભગ કાબુ મેળવી લેવાયો છે. આ અગ્નિકાંડમાં કેટલું નુકશાન થયું તે અંગે હાલમાં કોઈ જાણકારી મળી નથી.