https://www.youtube.com/watch?v=i_15sClFJFY
- રાજકોટમાં આગની વધુ એક ઘટના સામે આવી છે.
- રાજકોટ :પીપળીયા ગામની KBZ નમકીન ફેકટરીમાં લાગી ભીષણ આગ
- રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે.
- ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે.
રાજકોટના પીપળીયા પાસે કેબીઝેડ નમકીન કારખાનામાં આગ ભભૂકી: કરોડોનું નુકસાન
ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરી ચાર ફાયર ફાઇટરો દોડી જઇ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો: પ્રાથમિક દ્રષ્ટિએ બોઇલરમાંથી આગ લાગ્યાનું તારણ, કાચો અને તૈયાર માલ બળીને ખાખ: જાનહાની ટળી
શહેરના કાલાવડ રોડ પર આવેલી ગોપાલ નમકીન બાદ વધુ એક નમકીન કંપનીમાં વિકરાળ આગની ઘટના સામે આવી છે. જેમાં શહેરના કુવાડવા રોડ નજીક નાકરાવાડી પાસે કેબીઝેડ નામની વેફર્સ અને નમકીન બનાવતી કંપનીમાં આજે સવારે 9:30 કલાકની આસપાસ આગ લાગી હોવાની ઘટના ઘટી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો અને ચાર ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે દોડાવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા.
આગને કારણે કાચો અને પાકો માલ બળીને ખાખ થઇ ગયો હોવાથી કરોડો નુકશાન હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ વિગત મુજબ શહેરના કુવાડવા રોડ નજીક આવેલા નાકરાવાડી પાસે પીપળીયા ગામ નજીક નમકીન અને વેફર્સ બનાવતી કેબીઝેડ નામની ફૂડ ઇન્ડિયા કંપનીમાં આજે 9:30 કલાકની આસપાસ આગ લાગી હોવાની ફાયર બ્રિગેડને મેનેજર દ્વારા જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડે આગ વિકરાળ લાગી હોવાથી મેજર કોલ જાહેર કર્યો હતો. આથી શહેરના આસપાસના તમામ ફાયર સ્ટેશનો પરથી ગાડીઓ દોડાવવામાં આવી હતી અને ચાર ફાયર ફાઇટરો દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આગની ઘટનાથી કંપનીમાં કાચો અને પાકો માલ તેમજ મશીનરી સહિત આગની ઝપેટમાં આવી ગઇ છે.
આ વિકરાળ આગને કાબૂમાં લેવા માટે આસપાસના વિસ્તારમાંથી પાણીના ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે. આગથી કોઇ જાનહાની ટળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે તેમજ આ બનાવની જાણ કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો છે અને આગની ઘટનાથી કાચો અને પાકો માલ તેમજ મશીનરી બળીને ખાખ થઇ ગયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. આથી કરોડોનું નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છે તેમજ બોઇલરમાંથી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આગ કાબૂમાં આવ્યા બાદ નુકશાની અને આગનું કારણ બહાર આવશે.
View this post on Instagram