ભાણેજને ભગાડી જવાના મામલે છરી અને પાઇપ વડે માર માર્યો: ત્રણ મહીલા સહિત સાત સામે નોંધાતો ગુનો
શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેલા યુવાન પર ત્રણ મહીલા સહીત આઠ શખ્સોએ રાખી સમાધાન કરવા બોલાવી જુની અદાવતને ખ્યાલ રાખી જીવલેણ હુમલો કરતા યુવાનને સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં બજરંગવાડી-૧૪ માં રહેતા અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલ બલીમ (ઉ.વ.ર૧) પર સમાધાન કરવા બાબતે બોલાવી ત્રણ મહિલા સહીત આઠ શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાતા પીએસઆઇ વી.સી. પરમાર સહીતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.
પોલીસની પુછપરછમાં યુવાન અલ્તાફ ઉર્ફે ભાયોએ જણાવ્યું હતું કે ઘણા સમય પહેલા આરોપી અજયની ભાણેજને ભગાડી ગયો હોય જે અદાવતના સમાધાન માટે મિત્ર પિન્ટુનો ફોન આવતા અલ્તાફ ઉર્ફે ભાર્યોને બજરંગવાડી શેરી નં.૧૪ પાસે ગયો હતો. જયાં અજય તેની માતા અને બે બહેનો રવિ, પિન્ટુ અને અજાણ્યા બે શખ્સોએ છરી ધોકા-પાઇપ વડે હુમલો કરતા અલ્તાફ ઉર્ફે ભાયો તથા સુમીતને ઇજા થતાં સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જેમાં અલ્તાફ ઉર્ફે ભાયોને વધુ ઇજા થતાં ગંભીર હાલતમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. ફરીયાદ ગાંધીગ્રામ પરથી પોલીસ મથકના પીએસઆઇ વી.સી. પરમાર સહીતના સ્ટાફે ત્રણ મહિલા સહીત સાત શખ્સો સાથે ખુનની કોશીષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.