પુષ્કળ પ્રમાણમાં પાણી, ફ્રુટ જયુસ, નાળીયેરનું તેલ અને ૩૦થી ૩૫ એસ્પીયરનું સનસ્ક્રીન ત્વચાને આપશે રાહત

ઉનાળાનાં મધ્યમાં તાપમાનનો પારો ૪૫ ડીગ્રી નજીક પહોચી જતા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ઘરની બહાર નીકળતા જાણે સૂર્યદેવ ડામ દેતા હોય તેવું લાગી રહ્યું છે. કાળકાળ તડકામાથી બચવા લોકો અવનવા નુસ્ખા અજમાવતા હોય છે. જેમાના ઘણા નુસ્ખાઓ સ્વાસ્થયને હાનિકારક પણ હોય છે. તડકામાં ત્વચાની સાર સંભાળ રાખવી ખૂબ જ‚રી બની રહે છે. ત્યારે ‘અબતક’ દ્વારા ત્વચાની કાળજી રાખવા બાબતે સ્ક્રીન એક્ષપર્ટ તબીબો સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

vlcsnap 2017 04 13 13h45m57s38હોમીયોપેથીકનાં ડો. ધવલ કરકર જે પંચનાથ મહાદેવ નિદાન કેમ્પમાં રાહત દરે સેવા આપે છે. તેમજ પોતાનું કિલનીક ધરાવે છે. અને સતર વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ જણાવ્યું હતુ કેસનહીટને લીધે ચામડી સુકી થઈ જાય છે. વધુ પડતા તડકાની સાઈડ ઈફેકટ ન થાય તેના માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જ‚રી છે. ફ્રુટ વધારે પડતા લેવા અને બહારથી આવી ત્યારે ફેશવોશ કરી લેવું જેથી ચામડી બળે નહી નારીયેરનું તેલ કોઈપણ ઋતુમાં ત્વચા માટે ફાયદાકારક રહે છે. જો તંદુરસ્તી અંદરથી સારી હોય પૂરતા પ્રમાણમાં પાણી અને છાશ લેવામાં આવે તો વધારાની ક્રિમો કે પાવડરનો ઉપયોગ કરવાની જ‚ર પડતી નથી. દરેકને તડકાની અસરો વધુ પ્રમાણમાં થતી નથી જે લોકોની તાસીર નબળી હોય જે લોકોનો ખોરાક પૂરતો નથી, સ્વસ્થ નથી તે લોકોને પ્રશ્ર્નો ઉભા થાય છે. ગરમીમાં બે થી અઢી લીટર પાણી પીવું જ‚રી છે. મહિલાઓની સેન્સીટીવીટી વધારે હોય છે. અને તે લોકો તડકામાં શરીર કવર કરીને જાય છે. ફળોમાં તરબુચ, કેરી, મોસંબી, ફાયદાકારક છે. પરંતુ કાર્બાઈડથી પકવેલી કેરીની સાઈડ ઈફેકટ મોટા પ્રમાણમાં છે. જેનાથી ચામડીના પેટના અને આંતરડામાં છાલા જેવા રોગો થાય છે. કાર્બાઈડથી પકવેલ કેરીથી સાવચેત રહેવું જયારે બહારથી આવી ત્યારે એક વખતતો ચહેરો સાફ કરવો જ જોઈએ. એલોપેથી ક્ષેત્રે ૧૪ વર્ષનો અનુભવ ધરાવતા ડો. પ્રિયંકા સુતરીયાએ જણાવ્યું હતુ કે ગરમીથી ગુમડા, અરાયુ, સનબોન, સનટાઈન (કાળા પડવું) દાદર જેવી બીમારીઓ થાય છે. મહિલાઓની આંતરીક શકિત પૂ‚ષ કરતા થોડી ઓછી હોય છે. અને સ્ક્રીન સેનસીટીવ હોય એટલે દરેકે બે વખત એન્ટિસેફટીક સાબુથી નાહવું બહારથી આવો એટલે હાથ પગ મોઢુ ધોવું દિવસમાં ૨-૩ લીટર પાણી પીવું ખૂબજ જ‚રી છે. આ ઉપરાંત જંકફૂટ ખાવાનું ટાળવુ જોઈએ અને ફળોના જયુશ પીવા જોઈએ.

vlcsnap 2017 04 13 13h42m16s252નાહ્યા બાદ પાવડરનો ઉપયોગ કરવો તેમજ ૩૦ થી ૩૫ એસ્પીયરનું સનસ્ક્રીન લગાવવું અને રાત્રે મોચ્યુરાઈઝેશન ક્રીમનો ઉપયાગે કરવો જોઈએ એડવટાઈઝ જોઈને ક્રીમોની ખરીદી ન કરવી જોઈએ સ્ક્રીનનો પ્રકાર મુજબ ક્રિમની પસંદગી કરવી જોઈએ ઓઈલી, નોર્મલ, ડ્રાય આમ વિવિધ પ્રકારની સ્ક્રીન માટે અલગ અલગ ક્રિમો આવે છે. માત્ર પાણીથી ચહેરો સાફ કરવાથી જીણો કચરો ચહેરા પર ચોટી જાય છે. અને વધારે નુકશાન કરે છે. એટલે ફેશવોશ વાપરવું જોઈએ.

સ્ક્રીન ખેંચાઈ નહી તેવું ફેશવોશ વાપરવું જોઈએ ચહેરો ધોયા બાદ ફરજીયાત મોશ્ચરાઈઝેશન લગાવવું જોઈએ અતિશય મીઠુ દુધ અને મેંદાવાળી સામગ્રી ખાવીને જોઈએ જેથી ખીલમાં રાહત રહે ખીલ પોડવા જોઈએ નહી નાના બાળકો અને વૃધ્ધોની સ્ક્રીન સેન્સીટીવ હોય છે. બાળકો અને વૃધ્ધોએ કોટનના કપડા પહેરવા જોઈએ તેઆએ સ્પ્રેનો ઉપયાગે ન કરવો જોઈએ તેઓએ છાસ, ફૂટ જયુસ અને નારીયળ પાણી જેવા લીકવીડ પીવા પરંતુ બહારનાં કોલડ્રીંકસ પીવા જોઈએ નહી કોલડ્રીંકસ થોડીવાર માટે સા‚ લાગે પછી પાછળથી નુકશાન કરે છે. કામ સિવાય તડકાનું બહાર જાવવાનું ટાળવું જોઈએ અને ફ્રીઝનું પાણી પીવું જોઈએ નહી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.