કહેવાય છે કે માં પોતાના દિકરાઓ વચ્ચેનો એક એવો તાતણો છે જે બંનેને જોડીને રાખે છે દરેક ધર્મમાં માંનું અનેરુ મહત્વ દર્શાવાયું છે. ત્યારે વર્તમાન સમયમાં નવલાં નોરતાના તહેવારને થોડા દિવસોજ બાકી છે જે માતાજીનો તહેવાર છે જ્યારે તેની પૂજા, અર્ચના, વિશેષરુપથી ગરબા દ્વારા કરવામાં આવે છે. આ નવરાત્રી દરમિયાન બંગાળમાં પણ માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરી તેની પૂજા કરી વિસર્જન કરવામાં આવે છે. ત્યારે બંગાળમાં આ તહેવાર આવી રહ્યો છે તેવા સમયે એમ કહેવું જરા પણ ખોટુ નથી કે આ માં નવદૂર્ગાએ બંગાળના કલકત્તાના હિન્દુ મુસ્લિમ ભાઇ-ભાઇને એક નાજુક તાંતણે બાંધી રાખ્યા છે એટલે આ તહેવારમાં માં દુર્ગાની મૂર્તિ બનાવવાથી લઇ પૂજા, આરતી, પ્રસાદ અને વિસર્જન કરવા સુધીનાં તમામ કાર્યો ખૂબ શ્રધ્ધા, ભક્તિભાવ અને વિશ્વાશથી હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મનાં લોકો સાથે મળીને કરે છે. તો એવું માનવું કેટલું યોગ્ય છે. કે માં દુર્ગાનો તહેવાર શું એ માત્ર હિન્દુ ધર્મનો જ છે…? જો તમે પણ એવું માનતાહો તો એ ખોટુ છે. કારણ કે દુર્ગા માતાનો આ તહેવાર એક ઉદાહરણ પુરુ પાડે છે કે તેના માટે કોઇ હિન્દુ-મુસ્લિમનો ફર્ક નથી બધા તેના જ સંતાનો છે અને એકસાથે મળીને માતાની પૂજા, આરતી કરે છે તેમજ પ્રસાદ પણ સાથે લ્યે છે અને નવરાત્રીમાં એક સાથે ગરબા પણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.